ભારતમાં કોરોનાની બીજી લહેરને લઈને વૈજ્ઞાનિક અનુમાનની સ્થિતિની પણ જાણકારી મળી રહી નથી. એપ્રિલના મધ્યમાં આવેલા રિપોર્ટમાં દાવો કરાયો હતો કે જૂનના પહેલા અઠવાડિયામાં રોજના અઢી હજારથી વધારે દર્દીના મોત થશે.
છેલ્લા 4 અઠવાડિયા પહેલા ભારતમાં સરેરાશ 1,43,343 નવા દર્દી આવી રહ્યા છે. હવે રોજના 3,68,647 નવા દર્દીમાં સંક્રમણમાં જોવા મળી રહ્યું છે.
હાલમાં દેશમાં રોજ 3400થી વધુ મોત થઈ રહ્યા છે. છેલ્લા 4 અઠવાડિયા પહેલા અહીં રોજ 787 મોત થઈ રહ્યા હતા. 7 દિવસના આંકડાના આધારે 14 દિવસના બદલાવની ગણતરી કરાય છે.
દેશમાં અત્યાર સુધી 2 કરોડ 2 લાખ 75 હજાર 543 કેસ નોંધાયા છે તો સાથે જ 1 કરોડ 66 લાખ 703 લોકો સાજા થયા હોવાનું જાણવા મળ્યું છે. અત્યાર સુધીમાં 2,22,383 લોકોના કોરોનાથી મોત થયા છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.