દેશમાં વધી રહ્યું છે કોરોના સંકટ,વાયરલ વીડિયો આવ્યો સામે

અમિતાભ બચ્ચને પણ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને કોરોનાથી સુરક્ષા માટે લોકોને જાગ-ત કર્યા છએ. આ સિવાય દિલ્હીના ગુરુદ્વારામાં ચાલી રહેલા કોરોના સેન્ટર માટે 2 કરોડ રૂપિયાની મદદ પણ કરી છે. આ સાથે સોશ્યલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓ ભારતની મદદ કરવાની અપીલ કરતા જોવા મળી રહ્યા છે.

અમિતાભ બચ્ચને હાલમાં ટ્વિટર એકાઉન્ટ પર વીડિયો શેર કર્યો છે. જેમાં જાણવા મળી રહ્યું છે કે તે કોરોનાની લડાઈને લઈને વેક્સ લાઈવના ગ્લોબલ કાર્યક્રમમાં બોલી રહ્યા છે. આ ઇવેન્ટમાં અમિતાભથી પહેલા પ્રિંસ હૈરી બોલ્યા હતા. વીડિયોમાં દેખાઈ રહ્યું છે તે રોજિંદા અંદાજમા પોતાનો ઈન્ટ્રોડક્શન આપી રહ્યા છે.

નમસ્કાર, હું અમિતાભ બચ્ચન. મારા દેશ ભરાતમાં કોરોનાની બીજી  લહેરને કારણે મુશ્કેલી આવી છે. હું દરેક વૈશ્વિક નાગરિકોને અપીલ કરું છું કે તે પોતાની સરકાર, દવા કંપીઓથી વાત કરે અને તેમને દાન આપીને મદદનો હાથ લંબાવે. તેમને પણ પ્રેરિત કરે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.