દેશમાં વધી રહ્યું છે કોરોના સંક્રમણ,કહ્યું દેશમાં વેક્સીનેશનને ફ્રી કરવામાં આવે

13 વિપક્ષી દળોએ સંયુક્ત નિવેદન જાહેર કર્યું છે અને પીએમ મોદી પાસે માંગણી કરતાં કહ્યું છે કે દેશની જનતાને ફ્રીમાં વેક્સીન આપવામાં આવે. આ 13 પાર્ટીના નેતાઓએ સંયુક્ત નિવેદનમાં કહ્યું છે કે દેશમાં કોરોનાની બગડતી સ્થિતિને લઈને જલ્દી દેશની જનતાને વેક્સીન આપવાની જરૂર છે.

આ નિવેદનમાં કહેવાયું છે કે અમે લોકો કેન્દ્ર સરકારની પાસે માંગકરીએ છીએ કે દેશમાં ફ્રીમાં જલ્દી જ વેક્સીનેશન અભિયાન ચલાવવામાં આવે

આ નિવેદનમાં 13 પાર્ટીના અધ્યક્ષમાં કોંગ્રેસના સોનિયા ગાંધી, પૂર્વ પીએમ એચડી દૈવગોડા, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, ડીએમકે નેતા એમકે સ્ટાલિન, બીએસપી ચીફ માયાવતી, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, એનસીપી પ્રમુખ શરદ પવાર અને સીપીઆઈ મહાસચિવ ડી રાજા અને સીપીએમ મહાસચિવ સીતારામ યેચુરીની તરફથી કરાયું છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.