એમ્સના ડાયરેક્ટરે કહ્યું છે કે બ્લેક ફંગસના કેસ આવનારા સમયમાં ચિંતા વધારી શકે છે. દેશના ડોક્ટરોએ આ બીમારી સામે લડવા તૈયાર રહેવું પડશે. બ્લેક ફંગસ અને મ્યૂકરમાઈકોસિસના કારણે આંખને નુકસાન થાય છે અને સાથે આ બીમારીના 50 ટકા દર્દીઓના મોત થાય છે.
તાવ, માથુ દુઃખવું, ખાંસી, શ્વાસ લેવામાં સમસ્યા, લોહીની ઉલ્ટી,માનસિક સ્થિતિમાં ફેરફાર પણ જોવા મળી શકે છે. ડાયાબિટિસના દર્દી અને નબળી ઈમ્યુન સિસ્ટમ ધરાવતા લોકોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. કોરોના રિકવર પેશન્ટમાં નાકમાં સોજા, ચહેરાની એક તરફ દર્દ, નાકી રેખા પર કાળાશ, દર્દ, ધૂંધળું દેખાવવું વગેરે સમસ્યા જોવા મળે છે.
ગુજરાતમાં પણ બ્લેક ફંગસના કેસ વધી રહ્યા છે. અહીં સરકારી હોસ્પિટલમાં 500થી વધુ કેસ આવ્યા છે.
પુણેમાં આ રોગના 270 કેસ આવી ચૂક્યા છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે રાજ્યમાં 2000થી વધારે દર્દીઓ આ બીમારીનો શિકાર હોઈ શકે છે.
મધ્યપ્રદેશમાં કોરોનાથી વધારે ખતરો બ્લેક ફંગસનો જોવા મળી રહ્યો છે. ભોપાલમાં બનેલા કોરોના કંટ્રોલ રૂમમાં રોજ 200 કોલ બ્લેક ફંગસસંબંધિત આવી રહ્યા છે.
બિહાર
શનિવારે સાંજ સુધીની વાત કરીએ તો અહીં કુલ 30 કેસ બ્લેક ફંગસના મળ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.