ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, દેશભરમાં વેક્સીનેશનનું કામ પૂરું થશે, પછી આ કાયદો લાગૂ કરાશે…

પશ્ચિમ બંગાળમાં અમિત શાહે પ્રચાર સમયે CAAને લઈને આપ્યું મોટુ નિવેદન.

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે નાગરિકતા સંશોધન કાયદો એટલે કે CAAકેન્દ્ર સરકારે સંસદમાં પાસ કરાવ્યો છે અને અમે તેને લાગૂ કરીશું. દેશભરમાં વેક્સીનેશનનું કામ પૂરું થશે પછી આ કાયદો લાગૂ કરાશે. આ કામ ભાજપ સરકાર જ કરશે.

 

CAAના પ્રશ્ન પર શાહે કહ્યું કે હવે મમતા બેનર્જીને CAA લાગૂ કરવાનો નથી એ કામ અમારે કરવાનું છે. અમિત શાહે કહ્યું કે એપ્રિલના બાદ CAA અમે લાગૂ કરીશું. સરકાર બદલાઈ જશે આ કામ પણ અમે જ કરીશું. અમિત શાહે કહ્યું કે CAA દેશની સંસદ દ્વારા બનાવાયેલો કાયદો છે અને તેને લાગૂ કરાશે જ. શરણાર્થીઓને નાગરિકતા અપાશે.

ગૃહમંત્રીએ દાવો કર્યો છે કે બંગાળમાં ભાજપ 200થી વધારે સીટો લાવી શકે છે. શાહે કહ્યું કે બંગાળમાં બંગાળના ધરતીપુત્ર જ ભાજપના મુખ્યમંત્રી બનશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે પરિવર્તન યાત્રાની પાછળ ભાજપનો ઉદ્દેશ્ય ફક્ત મુખ્યમંત્રી, સત્તા કે કોઈ મંત્રીને બદલવાનો નથી. ભાજપનો એજન્ડા બંગાળના જનમાનસની અંદર જે પણ ચાલી રહ્યું છે તેને રોકવા અને પરિવર્તિત કરવાની ઈચ્છા જગાડવાનો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.