હાલમાં લોકડાઉન ન હોવાના કારણે ભલે લોકો નિશ્ચિંત થઈ ગયા હોય, પરંતુ કોરોના કેસના વધતા આંકડા ખરેખર ચોંકાવનારા છે. કારણ કે અઢી મહિનાના વેક્સિનેશન બાદ પણ દેશના 8 રાજ્યોમાં કોરોનાનું ઘાતક સ્વરૂપ જોવા મળી રહ્યું છે.
1 કરોડ 13 લાખ 55 હજાર 993 આ આંકડો છે, કોરોનાની બીમારીને મ્હાત આપીને સાજા થયેલા લોકોની
- 5 લાખ 21 હજાર 808, હાલમાં કોરોનાના આટલા કેસ એક્ટિવ છે, અને બની શકે આ આંકડો હકીકતમાં વધારે પણ હોય.
આ સાબિતી છે કે મહામારી સામે આપણે કેટલા મજબુત છે અને કેટલા મજબુર. આ આંકડા કહી રહ્યા છે, સાવચેતી નહીં રાખો તો કોરોના ભરખી જશે.
દેશમાં વેક્સિનેશન પણ ચાલુ છે. તેમ છતાં હાલમાં કોરોનાના જે આંકડા સામે આવી રહ્યા છે, તે ખરેખર ચિંતાજનક છે. દેશમાં કોરોનાના કેસ ગયા સપ્તાહ કરતા 1 લાખ 30 હજાર વધી ગયા છે. આટલું જ નહીં વધતા કેસની સાથે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. એક સપ્તાહના આધારે મૃત્યુદરમાં 51 ટકાનો વધારો જોવા મળ્યો.
4 લાખ એક્ટિવ કેસને 5 લાખ થવામાં માત્ર ત્રણ જ દિવસનો સમય લાગ્યો. કેન્દ્ર સરકારે જાહેર કરેલા આંકડા મુજબ મહારાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ, મધ્યપ્રદેશ, ગુજરાત, કેરળ, તમિલનાડુ અને છત્તીસગઢ એવા આઠ રાજ્યો છે, જેમાં દેશના કુલ કેસના 84 ટકાથી વધુ દર્દીઓ છે. છેલ્લા 19 દિવસથી દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.
ગુજરાતમાં સોમવારે નોંધાયેલા કોરોનાના કેસના આંકડા પણ કોરોનાની ગંભીર સ્થિતિના પુરાવો આપી રહ્યા છે. સોમવારે રાજ્યમાં કોરોનાના કુલ 2252 કેસ નોંધાયા, જેમાંથી 1604 કેસ તો માત્રને માત્ર અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના જ છે.
જ્યારે બાકીના 648 કેસ રાજ્યના અન્ય વિસ્તારોમાં નોંધાયા. સોમવારે 1731 લોકોને સારવાર બાદ કોરોનાથી છૂટકારો મળ્યો. પરંતુ હજુ પણ ગુજરાતમાં કોરોનાના 12 હજાર 41 કેસ એક્ટિવ છે, જેમાંથી 149 લોકોને વેન્ટીલેટર પર મુકવામાં આવ્યા છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.