દેશના હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરાશે,કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો.હર્ષવર્ધને આપી જાણકારી

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ટ્વિટ કરીને જણાવ્યું કે કુલ 162 પ્રેશર સ્વિંગ એડશોર્પન ઓક્સિજન પ્લાન્ટને સરકારે મંજૂરી આપી છે. આનાથી મેડિકલ ઓક્સિજનની ક્ષમતા 154.19 મેટ્રિક ટન વધી જશે.

સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવેલા 162 પીએસએ પ્લાન્ટમાંથી 33 પ્લાન્ટ પહેલેથી જ સ્થાપિત થઈ ચૂક્યા છે. 5 મધ્યપ્રદેશમાં, 4 હિમાચલમાં ચંદીગઢ,ગુજરાત અને ઉત્તરાખંડમાં 3-3, બિહાર, કર્ણાટક અને તમિલનાડુમાં 2-2 આંધ્રપ્રદેશ,દિલ્હી,હરિયાણા,કેરળ,મહારાષ્ટ્ર,પુડુચેરી, પંજાબ અને યુપીમાં 1-1 પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે.

આરોગ્યમંત્રી ડો.હર્ષવર્ધને જણાવ્યું કે કોરોના સામેની લડાઈમાં રાજ્યોને તમામ જરુરી સહાય ઉપલબ્ધ કરાવાઈ રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કોરોના સામે એકજૂટ થઈને લડાઈ લડવી હવે ભવિષ્યનો એકમાત્ર રસ્તો છે.  તેમણે કહ્યું કે ઓક્સિજન પ્લાન્ટ, હોસ્પિટલ બેડ અને રસીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. કામચલાઉ હોસ્પિટલો શરુ કરીને બેડની સંખ્યા વધારવામાં આવશે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.