કૃષિ આંદોલનને 100 દિવસથી પણ વધારે સમય થઈ ગયો છે અને સરકાર તથા ખેડૂતો વચ્ચે વાતચીત બંધ થઈ ગઈ છે. એવામાં આંદોલન કેટલું લા,બુ ચાલશે તેનો કોઈ અંદાજ નથી ત્યારે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ફરી મોટું નિવેદન આપ્યું છે.
કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે શનિવારે કહ્યું કે સરકાર આંદોલનકારી ખેડૂતોની ભાવનાઓનું સન્માન કરે છે અને ત્રણ કૃષિ કાયદામાં સંશોધન કરવા માટે તૈયાર છે.
મંત્રીએ કહ્યું કે આ મુદ્દા પર કોઈ વાત કરવા તૈયાર નથી કે આ વિરોધ પ્રદર્શન ખેડૂતોના હીતમાં કઈ રીતે હોઇ શકે છે. તોમરે કહ્યું કે લોકતંત્રમાં અસહમતી હોઇ શકે છે અને વિરોધને પણ સ્થાન છે પણ શું વિરોધ તે કિંમત પર કરવું જોઈએ જેમાં દેશનું નુકસાન થાય?
નોંધનીય છે કે છેલ્લા ત્રણ મહિનાથી ખેડૂતો દ્વારા દિલ્હી અને આસપાસના વિસ્તારમાં આંદોલન કરવામાં આવી રહ્યું છે. ખેડૂતો રસ્તા જામ કરીને બેઠા છે અને આગામી સમયમાં આંદોલનને મોટું કરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.