અમદાવાદ: કેવડિયા ખાતે તૈયાર થયેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને 31 ઓક્ટોબરે એક વર્ષ પૂર્ણ થયો છે. આ એક વર્ષમાં 24 લાખથી વધુ લોકોએ સ્ટેચ્યૂની મુલાકાત લીધી છે. જેથી સ્ટેચ્યૂની વાર્ષિક આવક 63.69 કરોડ થઈ છે. આ રેવન્યુ દેશના ટોપ 5 સ્મારક કરતા સૌથી વધુ છે. આમ સ્ટેચ્યૂ ઓફ યુનિટી દેશમાં સૌથી વધુ આવક મેળવનાર સ્મારક બની ગયું છે.
આર્કિયોલોજિકલસર્વે ઓફ ઈન્ડિયા (ASI) 2017-18નાઆકંડામુજબ ભારતના 5 મુખ્ય સ્મારકમાંસૌથી વધુ તાજ મહેલની વાર્ષિક આવક 56.83 કરોડ હતી, જે દરમિયાન 64.58 લાખ લોકોએ તાજ મહેલની મુલાકાત લીધી હતી. ત્યારબાદ બીજા ક્રમાંકે આગરા ફોર્ટની વાર્ષિક આવક 30.55 કરોડ, ત્રીજા ક્રમાંકે કુતબ મિનારની વાર્ષિક આવક 23.46 કરોડ, ચોથા ક્રમાંકે ફતેહપુર શિક્રીની વાર્ષિક આવક 19.04 કરોડ અને પાંચમાં ક્રમાંકે રેડ ફોર્ટની વાર્ષિક આવક 16.17 કરોડ થઈ હતી. ત્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનેએક વર્ષ પૂર્ણ થતા એટલે કે 31 ઓક્ટોબર 2018થી 31 ઓક્ટોબર 2019 દરમિયાન24.45 લાખ લોકોએ સ્ટેચ્યૂની મુલાકાત લીધી છે, આ મુજબ સ્ટેચ્યૂને63.69 કરોડની વાર્ષિક આવક થઈ છે.
31 ઓક્ટોબર 2018 ના રોજ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું પીએમ મોદીએ લોકાર્પણ કર્યું હતું. ત્યારથી એક વર્ષમાં દેશ-વિદેશથી કુલ 24.45 લાખ લોકોએ સ્ટેચ્યૂની મુલાકાત લીધી છે. જેથી સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને એક વર્ષમાં રૂ. 63.69 કરોડની આવક થઈ છે. સપ્ટેમ્બરમાં સૌથી વધુ 7 કરોડની આવક થઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.