દેશી આઈસ્ક્રીમ કૂલ્ફી બનાવો આ રીતે, જાણો આ રીત….

દેશી આઈસ્ક્રીમ કૂલ્ફી મળી જાય તો તો મજા જ પડી જાય. કારણ કે તેનો ટેસ્ટ તો કંઈક અલગ જ હોય છે. અને જો એ કૂલ્ફી આઈસ્ક્રીમ ઘરે જ બનાવીને પીરસવામાં આવે તો તેનાથી મોટું સુખ કોઈ નથી તેવી લાગણી થાય.

સામગ્રી

-7 થી 8તાજા ગુલાબના ફૂલ
-1 લીટર ક્રીમવાળુ દૂધ
-1/2 વાડકી ખાંડ
-2 ટેબલ સ્પૂન ક્રીમ
-3 ટેબલ સ્પૂન દૂધ પાવડર
-2 ટેબલ સ્પૂન ગુલાબજળ
-2 ટેબલ સ્પૂન ચાસણી

દૂધને ઉકાળવા મૂકો. જ્યારે તે અડધુ રહી જાય એટલે ગેસ બંધ કરી ઠંડુ કરી લો. હવે તેમાં ગુલાબનો રસ, ચાસણી, ખાંડ, દૂધ પાવડર, ક્રીમ અને ગુલાબ જળ નાખી બરાબર મિક્સ કરો. ત્યાર બાદ તેને મિક્સર જારમાં નાખીને ચલાવી લો. હવે આ મિશ્રણને કુલ્ફીને સાંચામાં નાખીને ફ્રીજરમાં મુકો. બરાબર સેટ થાય એટલે કૂલ-કૂલ સર્વ કરો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.