દેશના જુદા-જુદા રાજ્યોમાંથી કોરોના વાયરસના નવા કેસ સામે આવ્યા બાદ ભારતમાં આ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને શનિવારે 258 થઇ ચુકી છે. જેમાંથી 39 વિદેશી નાગરિકો છે, જેમાં 17 ઈટાલીના, ત્રણ ફિલિપીનના, બે બ્રિટન અને કેનેડાના, ઇન્ડોનેશિયા અને સિંગાપોરના એક-એક નાગરિકો છે.
મહારાષ્ટ્રના પુણેમાં પણ બે કેસોની પુષ્ટિ થઇ છે, જેની સાથે જ પુણેમાં દર્દીઓની સંખ્યા 23 થઇ ગઈ છે, અને મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધીને 54 થઇ ગયા છે. જેમાંથી એક વ્યક્તિ આયર્લેન્ડથી પરત ફર્યો છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસને કારણે કુલ પાંચ વ્યક્તિના મૃત્યુ થયા છે, જયારે 23 લોકો ઠીક થઇ ગયા છે.
કોરોના વાયરસને કારણે હિમાચલ પ્રદેશના મંડીથી નેપાળ અને ઇઝરાયેલ સહિતના 35 વિદેશી પર્યટકોને પાછા મોકલી દેવામાં આવ્યા છે. શિમલાથી શુક્રવારે આઠ પર્યટકોને પાછા મોકલાયા હતા.
મહારાષ્ટ્રમાં 54 કેસ સામે આવ્યા છે જયારે કેરળમાં 40 કેસોની પુષ્ટિ થઇ છે. દિલ્હીમાં 26 કેસ અને ઉત્તરપ્રદેશમાં 24 કેસ સામે આવ્યા છે. ભારતમાં કુલ 260 કેસોમાંથી 231 લોકોની સારવાર ચાલી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.