દેશમાં 602 કોરોના હોસ્પિટલ તૈયાર, 80 કરોડ લોકોને મફત અનાજ આપશે સરકાર: ગૃહ મંત્રાલય

ગૃહ મંત્રાલયે મંગળવારે સાંજે કહ્યું કે 80 કરોડ લોકોને સરકાર ત્રણ મહિના સુધી મફતમાં રાશન આપશે. ગરીબોને 5 કીલો મફત રાશન આપવામાં આવશે. 24 કલાક રાશનની વહેંચણી પર નજર રાખવામાં આવશે. મજૂરોની પરેશાની અને તેમને મદદ કરવા માટે ફરિયાદ કેન્દ્ર બનાવવામાં આવ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય, ગૃહ મંત્રાલય અને ICMRની નિયમિત પ્રેસ કોન્ફરન્સમાં આઈસીએમઆરે કહ્યું હતું કે અમે જણાવ્યું હતું કે અમારી પાસે જે કિટ છે તે છ સપ્તાહ સુધી ચાલી શકે છે. આ સાથે આપણને આરટી-પીસીઆર કિટનો એક જથ્થો મળી ગયો છે. હવે આપણી પાસે કિટની સંખ્યા પૂરતા પ્રમાણમાં છે.

તેમણે વધુમાં જણાવ્યું કે તે ઉપરાંત RT-PCRનાં લગભગ 33 લાખ કિટનો ઓર્ડર કરવામાં આવ્યો છે. 37 લાખ રેપિડ કિટ પણ કોઇ પણ સમયે આવી શકે છે. જ્યારે અત્યાર સુધી 2 લાખ 31 હજાર 902 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

આરોગ્ય મંત્રાલયએ મંગળવારે જણાવ્યું કે દેશમાં કોરોનાને પહોંચી વડવા માટે અત્યાર સુધી 602 કોરોના હોસ્પિટલ બનાવી ચુક્યા છે, તેમાં 1,06,719 આઇસોલેશન બેડ, અને 12,024 ICU બેડની સુવિધા છે.

ગરીબ કલ્યાણ યોજના હેઠળ 5.29 કરોડ લાભાર્થીને નિશુલ્ક રાશન અને ખાદ્ય આપવામાં આવ્યું છે, 13 એપ્રિલ સુધી 32 કરોડથી વધુ ગરીબોને 29,352 કરોડ રૂપિયાની નાણાકિય મદદ પહોંચાડવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.