દેશમાં એક જ દિવસમાં સૌથી વધુ 179 નવા કેસ, ગુજરાતના વધુ એક સાથે કુલ 21નાં મોત

કોરોના વાઈરસને નિયંત્રણમાં રાખવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ તેનો અસરકારક અમલ ન થઈ રહ્યો હોવાથી દેશમાં કોરોનાના કેસોની સંખ્યા સતત વધી રહી છે. દેશભરમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૭૯ નવા કેસ સામે આવ્યા છે. કોવિડ-૧૯ના કારણે ગુજરાતમાં શનિવારે એક સહિત કુલ ૨૧નાં મોત નીપજ્યાં છે. શનિવારે અમદાવાદમાં એક અને કેરળમાં એક એમ બે મોત થયા હતા. ઉપરાંત ૭૯ લોકો સાજા થઈ ગયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે તેમ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

દેશના વિવિધ રાજ્યોમાં કોરોનાના કારણે મહારાષ્ટ્રમાં પાંચ, ગુજરાતમાં ચાર, કર્ણાટક અને મધ્ય પ્રદેશમાં બે અને તામિલનાડુ, બિહાર, પંજાબ, દિલ્હી, પશ્ચિમ બંગાળ, જમ્મુ અને કાશ્મીર, કેરળ તથા હિમાચલ પ્રદેશમાં એકનાં મોતનો સમાવેશ થાય છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે કોરોનાના ૯૧૮ કેસોમાં ૪૭ વિદેશીઓનો પણ સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૧૮૦ કેસ જ્યારે કેરળમાં ૧૭૩ કેસ નોંધાયા

બીજીબાજુ જેલોમાં કેદ ગૂનેગારો પ્રત્યે સંવેદનશીલતા દાખવતાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે પ્રદેશની જનતાને લોકડાઉમાં સહયોગની અપીલ કરી હતી. ઉપરાંત તેમણે જણાવ્યું કે ઉત્તર પ્રદેશની જેલોમાં કેદ અંદાજે ૧૧ હજાર કેદીઓને ૮ સપ્તાહ માટે પેરોલ પર અથવા જામીન પર છોડવાનો નિર્ણય લેવાયો છે. આ કાર્યવાહી તાત્કાલિક શરૂ કરાશે.

મધ્ય પ્રદેશમાં પણ રાજ્ય સરકારે જેલ સુપરીન્ટેન્ડેન્ટ્સને પાંચ વર્ષથી ઓછી સજાની જોગવાઈ હોય તેવા કાચા કામના કેદીઓ માટે વચગાળાની જામીન માગવા અદાલતોમાં અરજી કરવા

જણાવ્યું કે ઉત્તર પ્રદેશની જેલોમાં કેદ અંદાજે ૧૧ હજાર કેદીઓને ૮ સપ્તાહ માટે પેરોલ પર અથવા જામીન પર છોડવાનો નિર્ણય લેવાયો છે. આ કાર્યવાહી તાત્કાલિક શરૂ કરાશે.

મધ્ય પ્રદેશમાં પણ રાજ્ય સરકારે જેલ સુપરીન્ટેન્ડેન્ટ્સને પાંચ વર્ષથી ઓછી સજાની જોગવાઈ હોય તેવા કાચા કામના કેદીઓ માટે વચગાળાની જામીન માગવા અદાલતોમાં અરજી કરવા જણાવ્યું હતું. કોરોના વાઈરસના કારણે જેલોમાં કેદીઓની સંખ્યા ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. આ સપ્તાહના પ્રારંભમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સાત વર્ષથી

ઓછી સજાની જોગવાઈ હોય તેવા કેસોના કેદીઓને વચગાળાના જામીન અથવા પેરોલ પર છોડવા માટે વિચારણા કરવા સમિતિઓ બનાવવા નિર્દેશો આપ્યા હતા.

દરમિયાન પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરોનું પીઆઈબી ફેક્ટ ચેક એકમ વોટ્સએપ, ફેસબૂક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોરોના અંગે ચાલતા ખોટો સમાચારોને અલગ તારવવામાં વ્યસ્ત છે. પીઆઈબીએ શનિવારે દેશમાં કોરોના વાઈરસ દેશવ્યાપી લોકડાઉન વચ્ચે ત્રીજા તબક્કામાં એટલે કે કોમ્યુનિટી ટ્રાન્સમિશનના તબક્કામાં પહોંચી ગયો હોવાના ગેરમાર્ગે દોરતા અહેવાલોને નકારી કાઢ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.