દેશમાં કોરોનાના નવા 1426 કેસ: વધુ 37 લોકોનાં મોત

કુલ કેસોની સંખ્યા વધીને 21293: 683ના મોત

દેશના 720 જિલ્લાઓમાંથી 430 જિલ્લાઓ કોરોનાની ચપેટમાં: 45 ટકા કેસો માત્ર 6 શહેરોમાં

રાજ્ય સરકારોએ આપેલા આંકડા છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં કુલ ૧૪૨૬ નવા કેસો નોંધવામાં આવ્યા હતાં અને કોરોનાના ૩૭ દર્દીઓ મોતને ભેટયા હતાં. સરકાર દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર બે એપ્રિલના રોજ દેશના ૨૧૧ જિલ્લાઓમાં કોરોનાના કેસો સપાટી પર આવ્યા હતાં. જે હવે વધીને ૪૩૦ જિલ્લાઓ થઇ ગયા છે. એટલે કે દેશના ૪૩૦ જિલ્લાઓમાં કોરોનાના કેસો સામે આવ્યા છે. પીટીઆઇના આંકડા મુજબ દેશમાં કુલ કેસોની સંખ્યા વધીને ૨૧૨૯૩ થઇ છે. અત્યાર સુધી ૬૮૩ લેોકોના મોત થયા છે. જ્યારે આરોગ્ય મંત્રાલયની વિગતો મુજબ દેશમાં કુલ મૃત્યુઆંક ૬૫૨ અને કુલ કેસનો આંકડો ૨૦૪૭૧ છે.

દેશના છ શહેરો એવા છે કે જેમાં ૫૦૦થી વધુ કેસો છે. દેશના કુલ કેસોના ૪૫ ટકા ક્સો તો માત્ર આ જ છ શહેરોમાં છે. શહેરોની વાત કરીએ તોે સૌથી વધુ કેસો મુંબઇમાં, ત્યારબાદ દિલ્હીમાં, પછી અમદાવાદમાં છે. અમદાવાદ પછી ઇન્દોર, પુણે અને જયપુરનો સમાવેશ થાય છે.

આ સાથે જ દેશમાં કોરોના કેસોની કુલ સંખ્યા વધીને ૨૧૨૯૩ થઇ ગઇ છે. જે પૈકી ૬૮૩ લોકોના મોત થયા છે અને ૪૧૦૩ લોકો સાજા થઇ ઘરે પાછા ફર્યા છે. ૫૬૪૯ કેસો સાથે મહારાષ્ટ્ર પ્રથમ નંબરે, ૨૪૦૭ કેસો સાથે ગુજરાત બીજા અને ૨૨૪૮ કેસો સાથે દિલ્હી ત્રીજા ક્રમે છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં કુલ ૭૨૦ જિલ્લાઓ છે. તે પૈકી ૪૩૦ જિલ્લાઓ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. ભારતમાં ૨૫ માર્ચથી લોકડાઉન છે અને આ લોેકડાઉન ૩ મે સુધી જારી રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.