દેશમાં દર 40 મિનિટે એક વ્યક્તિનો ભોગ લેનાર બેરોજગારી કેમ રોકાતી નથી?

આપણી સરેરાશ ઉંમર 29 વર્ષથી સહેજ વધારે છે. ચીનની સરેરાશ ઉંમર 35 વર્ષ છે. આ દેશમાં 70 ટકા કરતાં વધુ વસતી 35 વર્ષથી નીચેના વયજૂથમાં છે.

છેલ્લી બે લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો બન્ને વખત 12 કરોડ કરતાં વધુ યુવાનો/યુવતીઓએ પહેલી વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.

યુવા માનવબળ જો ઉત્પાદકતા તરફ વળે તો દેશની અર્થવ્યવસ્થામાં બહુ મોટી ક્રાંતિ આવે એ વિચારને કેન્દ્રસ્થાને મૂકીને એક નવો શબ્દપ્રયોગ પ્રયોજાયો, એ હતો ‘ડેમૉગ્રાફિક ડિવિડન્ડ’ એટલે કે ભારતને એના યુવાધનને કારણે મળનારું મોટું ડિવિડન્ડ.

આમ તો આ દેશનો ખેડૂત પાયમાલ થઈ રહ્યો છે એ બાબતે ઘણું બધું લખાતું રહ્યું છે.

ખેડૂતની આત્મહત્યા અને જગતના તાતની અત્યંત ગરીબી અને દેવા હેઠળ દબાઈને જીવતો હોવાની સ્થિતિ ભાગ્યે જ કોઈ એવો દિવસ જતો હશે કે માધ્યમોમાં ન ચમકી હોય.

ખેડૂતની આ પરિસ્થિતિ અંગે વિધાનસભાઓ અને લોકસભા કે રાજ્યસભા ગાજ્યાં છે. આપણા રાજકીય નેતાઓએ ઉછળી ઉછળીને કિસાનની આ બેહાલ સ્થિતિ વિશે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે.

સત્તાધારી પક્ષ, પછી વિધાનસભા હોય કે સંસદ, પોતે કિસાનને તારવા માટે જે કંઈ કરતબો કર્યાં તેની દુહાઈ દઈને કિસાન પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા અને કિસાનની આ પરિસ્થિતિ માટે ભૂતકાળની સરકારોને જવાબદાર ઠેરવવાની વાત જોમ અને જોશપૂર્વક રજૂ કરતો રહ્યો છે પણ પરિસ્થિતિ ખરેખર ગંભીર છે.

સરકારી ચોપડે નોંધાયા મુજબ 2018ની સાલમાં દેવું અથવા પાકની બરબાદીને કારણે અથવા અન્ય કારણે હતાશ થયેલા 10349 કિસાનોએ આત્મહત્યા કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.