પેટ્રોલના ભાવ અંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યું. જ્યોતિરાદિત્ય સિંદિયાના ભાજપના સામેલ થવાની ઉથલપાથલ વચ્ચે કોંગ્રેસના નેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને ટ્વીટ કરતા લખ્યું કે પેટ્રોલના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. તેના પર ધ્યાન આપવામાં આવે.
રાહુલ ગાંધીએ પીએમઓને ટેગ કરતા લખ્યું કે “સરકારે કદાચ નોટિસ કર્યું નથી કે આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઈલના ભાવમાં 35 ટકા ઘટાડો થયો છે. રાહુલ ગાંધીએ વધુમાં લખ્યું છે કે પેટ્રોલના ભાવને 60 રૂપિયા પ્રતિ લીટરથી ઓછું કરીને સામાન્ય લોકોને તેનો ફાયદો મળવો જોઈએ.”
5-6 રૂપિયાનો થઈ શકે છે ઘટાડો
ગ્લોબલ માર્કેટમાં ક્રુડ ઓઈલના ભાવમાં આ મોટા ઘટાડાના કારણે ઘરેલુ માર્કેટમાં પણ તેની અસર સ્પષ્ટપણે જોવા મળી શકે છે. આવનારા દિવસોમાં પેટ્રોલ ડીઝલનો ભાવ ઘટી શકે છે. સીનિયર ટ્રેડ એનાલિસ્ટ અરુણ કેજરીવાલના જણાવ્યાં મુજબ ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડાનો ફાયદો ભારતને થશે. પેટ્રોલ ડીઝલનો ભાવ 6 રૂપિયા પ્રતિ લીટર જેટલો ઓછો થઈ શકે છે. જો કે અમેરિકી ડોલરની સરખામણીએ ભારતીય રૂપિયો નબળો થયો છે. આથી પેટ્રોલ ડીઝલના ભાવમાં મોટો ઘટાડો થાય તેવી આશા ઓછી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.