દેશમાં પેટ્રોલ-ડીઝલ-રાંધણગેસનો પૂરતો સ્ટોક, ગભરાવાની જરૂર નથી

લોકડાઉનના પગલે ભારતમાં જીવન જરુરિયાતની વસ્તુઓની સંઘરાખોરી નહી કરવા માટે સરકાર લગાતાર અપીલ કરી રહી છે.

સરકારની કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને લોકોને ખાતરી આપતા કહ્યુ છે કે, ગભરાવાની કોઈ વાત નથી.દેશમાં પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસનો પૂરતો સ્ટોક છે.ભારતમાં કોઈ ફ્યુલ ક્રાઈસિસ નથી.લોકડાઉનનો જે સમયગાળો છે તેના કરતા

વધારે સ્ટોક ભારત પાસે છે.

આઈઓસીના ચેરમેન સંજીવ સિંહે કહ્યુ હતુ કે, પેટ્રોલ અને ડીઝલ મળી

રહ્યુ છે.પંપો ચાલુ છે.રસોઈ ગેસની સપ્લાય પણ કરવામાં આવી રહી છે.માટે લોકો જરુર કરતા વધારે ગેસના બોટલ બૂક ના કરાવે.

હાલમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધી રહી છે અને ભારતમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન છે.આવામાં લોકોના મનમાં એવી પણ શંકા છે કે, લોકડાઉનનો સમયગાળો લંબાઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.