કોરોના વાઇરસને કારણે ભારતના પર્યટન વિભાગને બહુ મોટુ નુકસાન થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલા આશરે ચારથી પાંચ કરોડ લોકો પોતાની રોજગારી ગૂમાવી શકે છે. એક રિપોર્ટ પ્રમાણે કોરોના વાઇરસને કારણે વિદેશથી આવતી બધી ફ્લાઇટો બંધ છે તેમજ સ્થાનિક પરીવહન પણ થંભી ગયુ છે. બધા જ પર્યટન સ્થળોને તાળા મારવા પડયા છે. આ પરિસ્થિતિ વચ્ચે પર્યટન વિભાગને આશરે પાંચ લાખ કરોડ રૃપિયાનું નુકસાન થવાનું અનુમાન છે.
એવો રિપોર્ટ છે કે હાલ તો લોકડાઉનના કારણે બધુ બંધ છે પણ જ્યારે લોકડાઉન પુરુ થઇ જશે તે બાદ પણ પર્યટન ક્ષેત્ર રાબેતા મુજબ શરૃ થવામાં સપ્ટેમ્બર સુધીનો સમય લાગી શકે છે અને તેને કારણે આ ક્ષેત્રે સંકળાયેલા લોકોને મોટુ નુકસાન થશે. જે ટ્રાવેલ ઓપરેટરો છે તેઓમાંથી એવા પણ અનેક છે કે જેઓ કોઇ કામ શરૃ ન થાય તો પણ છ મહિના સુધી જ પગાર આપી શકે તેટલી ક્ષમતા છે જ્યારે અન્ય પાસે એટલી પણ ક્ષમતા નથી જેને પગલે હજારો લોકો બેરોજગાર બની જવાની ભીતિ છે.
ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી સંગઠનના એક અનુમાન અનુસાર બ્રાન્ડેડ હોટેલ ગુ્રપને ૧.૧૦ લાખ કરોડનું નુકસાન થવાનું અનુમાન છે. ઓનલાઇન ટ્રાવેલ એજન્સીને ૪૩૧૨ કરોડ, ટુર ઓપરેટરોને ૨૫૦૦૦ કરોડ, એડવેન્ચર ટુર ઓપરેટરોને ૧૯૦૦૦ કરોડ અને ક્રૂઝ ટુરિઝમને ૪૧૯ કરોડનું નુકસાન થઇ શકે છે. આશરે પાંચ લાખ કરોડ રૃપિયાનું નુકસાન માત્ર પર્યટન ક્ષેત્રને થઇ શકે છે જ્યારે અન્ય ક્ષેત્રોનું નુકસાન તેનાથી પણ મોટુ હોવાની શક્યતાઓ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.