દેશમાંથી કોરોના ખતમ નહીં થાય, તેની સાથે જીવવાની આદત કેળવવી પડશે: કેજરીવાલ

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે એક સમાચાર ચેનલ સાથેની વાતચીત કરીને કોરોના વાયરસ સામે લડવા દિલ્હીએ કરેલા પ્રયાસો જણાવ્યા હતા. મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું હતું કે લોકડાઉન કોરોના વાયરસનો ઈલાજ નથી બસ આ તેને ફેલવાથી રોકી શકે છે.

તેમણે કહ્યું હતું કે અમે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપીએ છીએ કે જેમણે સમયસર લોકડાઉનની જાહેરાત કરી.

આ લોકડાઉનમાં અમે કોવિડ હેલ્થ સેન્ટર બનાવી લીધા, પીપીઈ કિટ જમા કરી લીધી, અમે ટેસ્ટ કિટ પણ ભેગી કરી છે. જોકે, આપણે હવે કોરોના સાથે જીવવાની આદત કેળવવી પડશે.

કેજરીવાલે પણ તેમની સરાકરનો એક્શન પ્લાન જણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે લોકડાઉન કરવાથી દેશમાંથી કોરોના ખતમ નહીં થઈ જાય.

આપણે વિચારીશું કે જો કોઈ વિસ્તારમાં લોકડાઉન કરવામાં આવે અને ત્યાં કેસ ઝીરો થઈ જશે તો આવું સમગ્ર વિશ્વમાં થઈ રહ્યું નથી.

જો આપણે આખી દિલ્હીને લોકડાઉન કરી દઈશું તો કેસ ખતમ નહીં થાય. લોકડાઉન કોરોનાને ઓછા કરે છે. કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન મોદીજીને અભિનંદન પાઠવું છું કે તેમણે સમયસર 24 માર્ચે લોકડાઉન જાહેર કરી દીધું હતું.

કેજરીવાલે કહ્યું છે કે હવે અર્થવ્યવસ્થાને ખોલવાનો સમય આવી ગયો છે. હવે દિલ્હી સંપૂર્ણ રીતે તૈયાર છે. લોકડાઉન બાદ જો પોઝિટિવ કેસ વધે પણ છે તો આપણે તેના માટે તૈયાર રહેવું પડશે.

કેન્દ્ર સરકારે સુનિશ્ચિત કરવું જોઈએ કે પ્રત્યેક રાજ્ય તેની તૈયારી કરે અને ધીમે ધીમે રાજ્યોમાંથી લોકડાઉન ઉઠાવવું જોઈએ. જે રેડ ઝોન છે તે વિસ્તારોને જ બંધ રાખવા જોઈએ અને અન્ય અન્ય વિસ્તારોને ખોલવા જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.