રાજ્યસભામાં અર્થવ્યવસ્થા પર ચર્ચામાં કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સિતારમણે બુધવારે કહ્યું કે, દેશની આર્થિક વિકાસ દરમાં ભલે ઘટાડો આવ્યો પરંતુ આ મંદી નથી. અર્થવ્યવસ્થામાં થોડી સુસ્તી છે, પરંતુ મંદીની ક્યારેય નથી રહી.
તેમણે કહ્યું, જો તમે અર્થવ્યવસ્થાને વિવેકપૂર્ણ રીતે જોઈ રહ્યાં છો તો તમે જોઈ શકો છો કે, વિકાસ દરમાં કમી આવી છે, પરંતુ હજુ સુધી મંદીનો માહોલ નથી અને મંદી ક્યારેય નહી આવે. અર્થવ્યવસ્થા પર સરકારની નાકામીના આરોપ પર પર તેમણે કહ્યું, દેશનો GDP વિકાસ દર 2009-2014ના અંતમાં 6.4% રહ્યો, જ્યારે 2014-2019 વચ્ચે 7.5% પર રહ્યો હતો.
નાણાંમંત્રીએ કહ્યું કે, NDAની સરકારમાં અર્થવ્યવસ્થાનું પ્રદર્શન ઘણું સારુ રહ્યું છે. તેમણે તે પણ કહ્યું કે, અમારી સરકારમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણમાં વધારો થયો છે. સરકારે સફતાપૂર્વક મોઁઘવારી પર કંટ્રોલ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.