6 મહિના બાદ શહેરમાં 20 અને જિલ્લામાં 9 કેસ સાથે શહેર-જિલ્લામાં કોરોનાના વધુ 29 કેસ પોઝિટિવ નોંધાયા છે. આવા સંજોગોમાં પણ સરકાર સુરતમાં ‘ફીટ ઇન્ડિયા, ફીટ ગુજરાત’ કાર્યક્રમ કરવા જઈ રહી છે અને જેમાં રવિવારે સવારે 7000થી વધુ લોકો સાઇલોથોનમાં જોડાશે.
પોઝિટિવ કેસોમાં રિવરડેલ સ્કૂલના કતારગામ અને રાંદેરમાં રહેતા બે વિદ્યાર્થીઓ, ફાઉન્ટેનહેડનો વેસુ રહેતો ધોરણ-2નો વિદ્યાર્થી અને સુમુલ ડેરી રોડ ખાતે રહેતો અને ધોરણ 9માં અભ્યાસ કરતો વિદ્યાર્થી તેમજ તાપ્તીવેલી સ્કૂલનો 14 વર્ષીય વિદ્યાર્થી છે. આ ઉપરાંત કતારગામ વિસ્તારમાં રહેતા અને આયર્લેન્ડથી આવેલા 25 વર્ષીય કમ્પ્યુટર એન્જિનિયર તેમજ કલકત્તાનો પ્રવાસ કરી આવેલા ભટારના એક જ પરિવારના સભ્યો-કર્મચારી સહિત 4 વ્યક્તિઓ પણ સંક્રમિત થયા છે.
કાર્યક્રમ પહેલા તમામ કર્મીઓનો ટેસ્ટ કરાવામાં આવ્યા હતા
કતારગામની 34 વર્ષીય પાલિકાની મહિલા સફાઈ કામદાર પણ સંક્રમિત થઈ છે. શુક્રવારે ઈનડોર સ્ટેડિયમ ખાતે પાલિકાના 3500 સફાઈ કર્મચારીઓના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તમામ કર્મચારીઓના એક દિવસ પહેલા કોરોનાના ટેસ્ટ કરાયા હતા અને તમામના નેગેટિવ રિપોર્ટ આવ્યા હતા. જોકે કાર્યક્રમ બાદ મહિલા સફાઈ કામદારને લક્ષણો જણાતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ST સ્ટેન્ડ પર બહારથી આવેલા લોકોના ટેસ્ટ કરાયા
સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પર બહાર ગામથી આવતા લોકો બસમાંથી ઉતરતા જ આરોગ્ય વિભાગે કોરોના ટેસ્ટ કર્યો હતો. રેન્ડમલી યાત્રાળુઓને બોલાવી 280થી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. એકપણ પોઝિટિવ આવ્યો ન હતો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભગવાન મહાવીર કોલેજ, ભરથાણા ખાતે આયોજિત રાજ્યકક્ષાના ‘ફીટ ઇન્ડિયા, ફીટ ગુજરાત’ સાયક્લોથોનને સવારે 7:30 કલાકે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવશે, જેમાં અંદાજે 7000 લોકો ભેગા થશે. સવારે 8:30 વાગ્યે સિંગણપોર કોઝવે ખાતે તાપી નદીનું પૂજનઅર્ચન કરી‘નદી ઉત્સવ’નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે. યુનિવર્સિટીના ઓડીટોરીયમ ખાતે સવારે 10:00 વાગ્યે મુખ્યમંત્રીના હસ્તે પાલિકા તથા સુડાના કુલ રૂ.217.25 કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. 12 વાગ્યે વક્તાણા ખાતે નેશનલ હાઈસ્પીડ રેલ, સી-4 પ્રોજેક્ટ સેક્શન અને ભાટિયા ટોલ પ્લાઝા ખાતે હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટની મુલાકાત પણ લેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.