વિશ્વમાં 2019 થી જ કોરોનાએ તબાહી સર્જી છે અને આ વાયરસે અનેક લોકોનો જીવ લીધો અને સાથે જ અનેક લોકોને સંક્રમિત પણ કર્યું છે. કોરોનાની વેક્સીન બન્યા પછી આ વાયરસે રૂપ બદલીને લોકોને સંક્રમિત કરવાનું શરૂ કર્યું છે. પહેલા ડેલ્ટા વેરિયન્ટ અને હવે ઓમિક્રોન. અત્યારે ફેલાયેલ ઓમિક્રોન ખૂબ જ સંક્રામક છે. રિપોર્ટસનાં અનુસાર, ઓમિક્રોનનો એક દર્દી સંપૂર્ણ ટ્રેનના યાત્રીઓને સંક્રમિત કરી શકે છે. હવે એક એવી છોકરી વિશે માહિતી મળી છે. જે એક વર્ષમાં ચાર વખત કોરોના પોઝીટીવ થઇ.
એક અખબારની મળતી માહિતી મુજબ UK ની રહેવાસી વ્હાર્ટન અત્યારે અભ્યાસ કરી રહી છે. વ્હાર્ટનને સૌથી પહેલા સપ્ટેંબર 2020 માં કોરોના થયો હતો. એ સમયે વ્હાર્ટન એક બારમાં કામ કરતી હતી. ફેસ માસ્ક લગાવીને કામ કર્યા પછી પણ એ કોરોના સંક્રમણથી બચી શકી નહી. ત્યારે એ છોકરીને સર્દી થઇ અને નાક વહેવાની સમસ્યા થઇ. હોમ ક્વોરેન્ટીન થયા પછી પણ વ્હાર્ટનની રિપોર્ટ નેગેટીવ આવી હતી.
એના પછી વર્ષ 2021 માં વ્હાર્ટનના પેરેન્ટ્સ કોવિડ પોઝિટીવ આવ્યા. બંને જુદાં-જુદાં રૂમમાં હતા. પણ જ્યારે ફરીથી વ્હાર્ટનનો ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે ફરી એકવાર પોઝિટીવ આવી. આ વખતે તેણે તાવ નહી હતો પણ એની નાક વહેતી હતી. હાલ રિપોર્ટ નેગેટિવ આવ્યાને એક મહીનાં કરતા ઓછો સમય પસાર થયો હતો કે ફરીથી વ્હાર્ટન ત્રીજી વાર કોરોના સંક્રમિત થઇ અને અમેરિકા જવા માટે ફ્લાઈટની પહેલા સ્ક્રીનિંગ ટેસ્ટમાં વ્હાર્ટનની રિપોર્ટ પોઝિટીવ આવી. આ સમયે એણે નોર્મલ સર્દી-ખાંસી થઇ હતી.
ત્રીજી વાર પોઝિટીવ આવ્યા બાદ વ્હાર્ટનને કોરોના વેક્સીનના બંને ડોઝ લીધાં હતા. હવે એ બૂસ્ટર ડોઝનો વેટ કરી રહી હતી ત્યારે જ એકવાર ફરી એની રિપોર્ટ પોઝિટીવ આવી ગઈ. હંમેશાની જેમાં ફરી એકવાર એ હોમ ક્વોરેન્ટીન છે. પણ આ સમયે એણે કોઇપણ લક્ષણ જોવા મળ્યા નથી. વ્હાર્ટને કહ્યું કે લગભગ વાયરસ નબળો થઇ રહ્યો છે અને મારી શરીરની ઈમ્યુનિટી વધી રહી છે .પરંતુ લોકો એ વાતથી આશ્ચર્યિત છે કે એક વર્ષમાં કોઈ ચાર વાર પોઝિટીવ કેવી રીતે થઇ શકે છે?
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.