ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બ્લેકમાં દારુનો વેપલો.

ગુજરાતમાં (GUJARAT) દારૂબંધી હોવા છતાં બ્લેકમાં દારૂનો (ALCOHOL ) મોટાપાયે વેપાર (TRADE) થઇ રહ્યો છે. અનેક જગ્યાએ દેશીની સાથે વિદેશી દારૂ (FOREIGN LIQUOR) મળતો હોય છે. એટલે દરરોજ દારૂનું વેચાણ કરતા હોય છે. ત્યારે અરવલ્લી (ARAVALLI) જિલ્લામાં એક પોલીસ (POLICE) જ બુટલેગર બનીને દારૂનું વેચાણ કરી રહ્યો હતો.

દારુની સાથે જ ઝડપાયો પોલીસ કર્મચારી..

હિંમતનગર A ડિવિઝનમાં ફરજ બજાવતો પોલીસકર્મી વિદેશી દારૂ સાથે ઝડપાયો છે. પોલીસની જવાબદારી દારૂનું વેચાણ કરતાં લોકો સામે કાર્યવાહી કરવાનું છે. પરંતુ અહીં પોલીસ જ પોતાના હોદ્દાનો લાભ લઈને બુટલેગર બની ગયો હતો. તે દારૂનું વેચાણ કરી રહ્યો હતો.

https://www.youtube.com/watch?v=HQRBo2SZ7E0

ભિલોડા પોલીસે ટાકાટૂંકા પાસેથી બુટલેગર પોલીસકર્મીને ઝડપ્યો છે. તો દારુ ભરેલી કાર લઈને નાસી છૂટેલાં બે અન્ય આરોપીઓ ધનસોર પાસે કાર મૂકીને ફરાર થઈ ગયાં હતાં.

ભિલોડા પોલીસે કાર સહિત ૪.૫૯ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભિલોડા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનોં નોંધી તપાસ શરુ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.