અમેરિકાએ ચેતવણી આપી છતા રશિયા માટે ભારત મોટું પગલું ભરવા જઇ રહ્યું છે જાણો વિગતવાર

અમેરિકા અને પશ્ચિમી દેશોના દબાણ વચ્ચે ભારતે રશિયા સાથે વેપાર વધારવાનો નિર્ણય લીધો છે. આ મામલાના નિષ્ણાતોનું કહેવું છે કે ભારત રશિયાથી નિકાસમાં વધારાના બે અબજ ડોલરનો વધારો કરવા જઈ રહ્યું છે. રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે, બંને દેશો સ્થાનિક ચલણમાં તેમનો વેપાર કરવાનું વિચારી રહ્યા છે. યુક્રેન પરના હુમલાને લઈને અમેરિકા અને ઘણા યુરોપિયન દેશોએ રશિયા પર કડક પ્રતિબંધો લગાવ્યા છે અને ઘણી આવશ્યક ચીજવસ્તુઓની શિપમેન્ટ અટકાવી દીધી છે.અને ભારત તે માલના શિપમેન્ટને રશિયા મોકલવાની તૈયારી કરી રહ્યું છે.

બ્લૂમબર્ગના એક અહેવાલ મુજબ, નામ જાહેર ન કરવાની શરતે આ મામલાની જાણકારી ધરાવતા લોકોએ કહ્યું કે અમેરિકા અને તેના સહયોગીઓએ પ્રતિબંધોને કારણે જે મોકલવાનું બંધ કર્યું છે તે ભારત રશિયાને આપશે અને આ માલસામાનમાં દવાઓ, પ્લાસ્ટિક, કાર્બનિક અને અકાર્બનિક રસાયણો, ઘરેલૂ સામાન, ચોખા, ચા અને કોફી જેવા પીણાં, દૂધની બનાવટોનો સમાવેશ થાય છે.

યુએસ, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને જાપાને રશિયન તેલ પર પ્રતિબંધો લાદ્યા છે, જેના કારણે તેના તેલના ભાવમાં ઘટાડો થયો છે.અને આવી સ્થિતિમાં તેમણે ભારતને રાહત દરે તેલ ઓફર કર્યું છે. ભારત રશિયા પાસેથી માત્ર 1-2 ટકા ઇંધણ તેલ આયાત કરે છે.

હાલમાં, ભારત રશિયાને ઓછામાં ઓછા ત્રણ અબજ ડોલરના માલની નિકાસ કરે છે. અમેરિકામાં ભારતની નિકાસની સરખામણીમાં તે ખૂબ જ ઓછી છે. ભારત અમેરિકાને 68 અબજ ડોલરની નિકાસ કરે છે. રશિયામાં ભારતની નિકાસ વધુ થઈ શકી હોત, પરંતુ માલસામાનની વહન કિંમત, સ્વચ્છતા, નિયમો, ભાષાની અવરોધ વગેરેને કારણે આ વેપાર વધ્યો નથી.વર્ષ 2020માં ભારત અને રશિયા વચ્ચે કુલ 8.1 અબજ ડોલરનો વેપાર થયો હતો, પરંતુ વર્ષ 2021-22માં તેમાં ઉછાળો આવ્યો છે અને એપ્રિલ 2021 થી 11 મહિના માટે બંને દેશો વચ્ચેનો વેપાર વધીને $11.8 બિલિયન થઈ ગયો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.