સૌરાષ્ટ્રના મહાનગર રાજકોટમાં શહેરના 150 ફૂટ રિંગ રોડ પરના શ્યામાપ્રસાદ મુખર્જી કોલોનીમાં રહેતા અને શિવાજી મહારાજ માટે અભદ્ર કોમેન્ટ કરી વિવાદમાં રહેલા વકીલ સામે રાજદ્રોહની કલમ લાગુ કરી દેવાઈ છે.અને રાજકોટ પાકિસ્તાન થઇ ગયું છે તેવો બફાટ એડવોકેટ સોહિલ મોરેએ કરતા ખળભળાટ મચી ગયો હતો. શહેરભરમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.અને જેના પગલે આરોપી સોહિલ મોરે પર ઇપીકો કલમ 124(ક) હેઠળ રાજદ્રોહનો ઉમેરો કરી યુનિવર્સિટી પોલીસે તેની સામે કાર્યવાહી કરી છે. એની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા 8 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કરતા કાયદેસરના પગલાં લેવામાં આવી રહ્યા છે.
રાજકોટ શહેરના છેવાડાના વિસ્તાર મુંજકા નજીક આવેલ શ્યામાપ્રસાદ મુખર્જી નગર આવાસ યોજનાના રહેવાસીઓએ વોટ્સએપ પર એક ગ્રુપ બનાવ્યું હતું. રહેવાસીઓ દ્વારા બનાવેલા સોશિયલ મીડિયાના ગ્રુપમાં શિવાજી મહારાજની જયંતી નિમિતે એક પોસ્ટ મુકવામાં આવી હતી. જેના પર વકીલે વાંધાજનક ટિપ્પણી કરતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો હતો. આવાસ યોજનામાં રેહતા વકીલે ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ ગ્રુપમાં મુકીને શિવાજીનું અપમાન કર્યું હતું. શિવાજી મહારાજ પરની ગંદી કોમેન્ટ મામલે સ્થાનિકોએ સમજાવવા છતાં તે સમજ્યો ન હતો.અને આવાસ યોજના ક્વાટર્સમાં આતંક મચાવી એક ફ્લેટના દરવાજાના ગણપતિ ભગવાનના તોરણને છરીથી તોડી નાંખી નુકસાન કર્યું હતું. અને આ પ્રકારની ધમકીના કારણે સોસાયટીમાં દહેશત ફેલાઈ હતી. તેમજ પોલીસને પણ માર માર્યો હતો.
જ્યોતિબા ગ્રુપમાંથી લેફ્ટ થઈ ગયા અને કોમેન્ટ કરનાર કોણ છે તે જાણવા મળતા સોહિલનું નામ ખુલ્યું હતું. સોહિલના ફોન નંબર પર ફોન કરતા સામેથી સોહિલ મોર બોલે છે તેમ જણાવ્યું હતું. સોહિલે હજુ કોમેન્ટ કરીશ જ્યોતિબાએ શિવાજી મહારાજ વિશે આવી કોમેન્ટ કરવા બાબતે પૂછતા એવો જવાબ મળ્યો હતો. તમે ગ્રુપમાંથી રિમૂવ થઇ જાવ અને અહીંયા પાકિસ્તાન થઈ ગયું છે તેવો વાણી વિલાસ કર્યો હતો. જ્યોતિબાએ તમે ક્યાં રહો છો તેમ પૂછ્યું હતું ત્યારે સોહિલે પોતે ફ્લેટ નં. 103માં રહે છે એમ જણાવ્યું હતું. જ્યોતિબાએ હું તમને મળવા આવું છું તેમ કહી ફોન કટ કરી નાંખ્યો હતો. પછી આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ પછી મુંજકાના સોસાયટીઓ વાળાની બેઠક મળી હતી. અને એવી પણ ફરિયાદ આવી હતી કે, તે છરો લઈને ફરે છે અને રાત્રિના સમયે બૂમબરાડા પાડે છે. સોહિલની ધરપકડ કરીને પોલીસે કાયદેસરની તપાસ કરી છે. આ મામલે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરના પગલાં લીધા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.