મુંબઈ: મહારાષ્ટ્ર(Maharashtra)માં 5 નવેમ્બરના રોજ દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ શપથ ગ્રહણ સમારોહ મુંબના મશહૂર વાનખેડે સ્ટેડિયમમાં યોજાઈ શકે છે.
સૂત્રોનું કહેવું છે કે જો શિવસેના (Shiv Sena) ભાજપ (BJP) સાથે સરકાર બનાવવામાં સાથે આવે તો ઠીક છે નહીં તો તેના વગર જ ભાજપ મહારાષ્ટ્રમાં સરકાર બનાવશે. આ બાજુ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવામાં 50-50 ફોર્મ્યુલા પર શિવસેના મક્કમ છે. શુક્રવારે શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે જો શિવસેના ઈચ્છે તો તે સરકાર બનાવવા માટે જરૂરી સંખ્યા મેળવી લેશે.
સંજય રાઉતે કહ્યું કે જો શિવસેના ઈચ્છે તો તે રાજ્યમાં સ્થિર સરકાર બનાવવા માટે જરૂરી સંખ્યા મેળવી લેશે. જનતાએ રાજ્યમાં 50-50ના ફોર્મ્યુલાના આધારે સરકાર બનાવવા માટે જનાદેશ આપ્યો છે. તેમને શિવસેનામાંથી સીએમ જોઈએ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.