સરકાર અલ્પમતમાં આવી જતા દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. જેને લઈએને ગાયિકા અને દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસે એક શાનદાર ટ્વિટ કર્યું છે. ઉલ્લેખનીય છે કે દેવેન્દ્ર ફડણવીસે આજે ફ્લોર ટેસ્ટ પહેલા જ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
અમૃતા ફડણવીસ ગાવાના શોખ અને સોશિયલ મીડિયાને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે. સાથે જ તેમણે અવારનવાર સામાજીક કાર્યક્રમોમાં પણ જોવા મળે છે. પતિ દેવેન્દ્ર ફડણવીસના રાજીનામાં બાદ તેમણે ઈશારા ઈશારામાં જ મહત્વના સંકેત આપી દીધા છે. તેમણે સંકેત આપ્યા છે કે હજી બધુ સમાપ્ત નથી થયું. અમૃતા ફડણવીસનું આ ટ્વિટ સોશિયલ મીડિયા અને રાજનીતિમાં ચર્ચાનો વિષય બન્યું છે.
અમૃતા ફડણવીસે મહારાષ્ટ્રના રાજકીય ડ્રામા વચ્ચે ટ્વિટ કરી લખ્યું છે કે – ‘પલટ કે આઉંગી શાખો મેં ખુશબુએ લેખર, ખિજા કી જદ મેં હૂં મૌસમ જરા બદલને દે’. જેનો અર્થ થાય છે કે, હું ખુશબૂ સાથે ફરી પાછી ફરીશ. હાલ હું પાનખરના સકંજામાં છું, પણ જરા મોસમ બદલાવવા દો.
અમૃતાએ આગળ લખ્યું છે કે- વહિની તરીકે પા6ચ વર્ષ આપવા બદલ મહારાષ્ટ્રને ધન્યવાદ! જેવો પ્રેમ તમે આપ્યો, તે હંમેશા મારી યાદોમાં રહેશે. મેં મારી ક્ષમતાને અનુરૂપ મારી જવાબદારી અદા કરવાનો પ્રયાસ કર્યો. એટલી જ ઈચ્છા હતી કે તમારી સેવા કરીને સકારાત્મક પરિવર્તન કરી શકુ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.