સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત અને ખાસ કરીને ગાંધીનગરમાં ખળભળાટ મચાવનાર રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના કથિત તોડ કાંડમાં ફરિયાદો સામે આવતા ક્રાઈમ બ્રાન્ચના તમામ PSIની બદલી કરી દેવામાં આવી છે અને ગાંધીનગરથી DGP આશિષ ભાટિયાએ ઓર્ડરકરીને સાગમટે બદલી કરી નાખી છે.અને જેમાં PSI પી.બી.જેબલિયા, PSI પી.એમ.ધાખડા, PSI વી.જે.જાડેજા. PSI એમ.એમ.ઝાલા, PSI જે.એ.ખાચર, PSI એમ.વી.રબારી. SOGના PSI અસલમ અંસારી, PSI તુષાર પંડ્યા,અને SOGના PI રોહિત રાવલની બદલીના આદેશો આપવામાં આવ્યા છે.
તાજેતરમાં જ રાજકોટમાં વેપારીઓને માનસિક હેરાનગતિથી કોરા ચેક લખાવી લીધા સહિતની ફરિયાદો થઇ હતી.અને આવી કેટલીક વધુ ફરિયાદો સામે આવે તે માટે સ્થાનિક ધારાસભ્ય ગોવિંદ પટેલ પણ આગળ આવ્યા હતા. રાજકોટમાં ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ કથિત તોડ કરતા હોવાની ફરિયાદો સામે આવી હતી. આ ઘટનાના પગધા રાજનીતિક તો પડ્યાં જ પણ પ્રશાસનિક રીતે પણ પોલીસ ખાતાની પ્રતિષ્ઠા પર પણ સવાલો ઉભા થયા હતા. રાજ્યના DGP આશિષ ભાટીયાએ એક જ ઝાટકે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં તળિયાથી નળિયા સુધીની સાફ-સુફી કરી નાખી છે. હવે સ્થાનિક પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે તપાસ ચાલી રહી છે. શક્ય છે તપાસના નિષ્કર્ષ પછી તેઓને પણ બદલી દેવામાં આવે .
ગુજરાતના પોલીસ બેડામાં ખળભળાટ મચાવનાર રાજકોટનાં પોલીસ વસૂલી કાંડ સમગ્ર રાજ્યમાં ચર્ચાની એરણે છે. રાજકોટ પોલીસના દ્વારા વસૂલીકાંડ મામલે વધુ એક ખુલાસો થતા રાજનીતિ અને પ્રસાશનિક વમળ બહુ ઘેરા બન્યા છે. સોની વેપારી બાદ હવે લાકડાના વેપારીએ મુદ્દે પણ સણસણતા આરોપ લાગ્યા છે અને આ વેપારીને રાજકોટના PSI વી.જે.જાડેજા ઉઠાવી ગયાનો આક્ષેપ થતા સ્થાનિક પોલીસ પર વધુ એક દાગ લાગ્યો છે . PI વી.કે ગઢવી સાથે PSI જાડેજાનું નામ સામે આવ્યું છે.
ગુજરાતની રાજનીતિમાં અત્યારે સુથી વધુ ચર્ચાની એરણે રાજકોટ છે. અને સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય સભાના સાંસદે લગાવેલા આરોપથી રાજનીતિ અને પ્રસાશનિક ‘જુગલબંદી’ની બૂ’ આવી રહી હોવાની પ્રતીતિ નાગરિકોને થઇ રહી છે. રાજકોટના સોની વેપારીએ પોલીસ પર લગાવેલા આરોપ બાદ હવે લાકડાના વેપારી મુદ્દે પોલીસ ઘેરાઈ છે. આ કેસમાં વિસોત ટિમ્બર્સે ગાંધીધામની શિયા નેચરલ પાસેથી 10 લાખનો માલ મંગાવ્યો હતો અને જેના પૈસા ભરપાઇ ન થતા વિસોતે નિયમ મુજબ માલ પરત થયો હતો. રાજકોટ પોલીસની આ કેસમાં 21-12-2021 એન્ટ્રી થઇ હતી. જેમાં વિસોત ટિમ્બર્સના ભાગીદારને પોલીસ ક્રાઇમ બ્રાન્ચ લઇ ગઇ હતી. પોલીસે ટિમ્બર્સના માલિક પાસેથી બે ચેક કોરા લખાવી નાંખ્યા હતા. આ બન્ને ચેકમાં પોલીસે રૂપિયા 1.90 લાખની રકમ ભરાવી હતી. આમ આ રીતે 3.80 લાખ રૂપિયાનો તોડ પોલીસે કર્યો હતો. આ મુદ્દે ટિમ્બર્સના માલિકે રાજકોટ પોલીસ કમિશનરને ફરીયાદ કરી હતી. પરંતુ પોલીસ કમિશનર અગ્રવાલને રજૂઆત કર્યા બાદ પણ કાર્યવાહી નહોતી થઇ .
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.