ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે માર્કેટમાં પણ પતંગ-દોરીની ડિમાન્ડ વધી રહી છે. એક બાજુ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે બીજી તરફ શહેરીજનોએ ઉત્તરાયણની તૈયારીઓ શરૂ કરી દીધી છે. વર્ષોથી ઉત્તરાયણનો તહેવાર પોળ એટલે કે પૂર્વ અમદાવાદમાં સેલિબ્રેટ કરવામાં આવે છે અને પોળની ઉત્તરાયણને માણવા માટે મુંબઈ તેમજ ગુજરાતની આસપાસના શહેરોમાંથી લોકો પોતાના પરિવાર તેમજ ફ્રેન્ડ્સ સાથે એન્જોય કરવા માટે 15થી 20 હજાર ભાડુ આપીને પણ ધાબા બુક કરાવી રહ્યા છે.
ધાબુ ભાડે તો આપ્યું છે પરંતુ જો ગાઇડલાઇનમાં ફેરફાર આવશે તો રિફંડ કરી આપીશું
મુંબઈના લોકો એડવાન્સમાં જ બુકિંગ કરાવી લેતા હોય છે અને ધાબામાં 15 લોકો આવી શકે એટલી જગ્યા છે. ધાબાની કીમત તેની જગ્યા મુજબ નક્કી થાય છે પરંતુ જો કોરોનાના કેસમાં વધારો થશે અને સરકારી ગાઇડલાઇનમાં ફેરફાર થશે તો અમે રિફંડ આપીશું
દેશ-વિદેશથી લોકો અમદાવાદમાં ઉત્તરાયણની મજા માણવા આવે છે. ત્યારે અમે ધાબુ ભાડે આપવાની સાથે ટેબલ, ખુર્સી અને પીવાના પાણીની વ્યવસ્થા પૂરી પાડતા હોઇએ છીએ. એક ધાબાની કિમત આશરે 15 હજાર રૂપિયાથી શરૂ થતી હોય છે અને મારી આજુબાજુના અને ફ્રેન્ડ્સના કુલ મળીને 13 ધાબા છે જેમાંથી 10 ધાબા બુક થઈ ગયા છે. – બિરજુ સોની
પશ્ચિમના લોકો પૂર્વમાં કરે છે ઉજવણી
પશ્ચિમ વિસ્તારના લોકોને પરંપરાગત ઉત્તરાયણ પસંદ છે પરંતુ અહીં હાઈરાઈઝ બિલ્ડિંગ્સના ધાબા પર પાઇપ્સનું ફીટિંગ્સ હોવાને લીધે લોકો પૂર્વમાં ધાબા ભાડે રાખીને ઉત્તરાયણ ઉજવતા હોય છે અને જ્યાં તેમને ધાબા પર જ બ્રેકફાસ્ટથી લઈને ડિનર સુધીની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવે છે.
ખાડિયા-રાયપુરમાં પશ્ચિમના બુકિંગ માં વધારો થયો છે.
ખાડિયા અને રાયપુરની ઉત્તરાયણને માણવા લોકો વિદેશથી આવતા હોય છે. આ વખતે કોરોનાના કેસ વધતા વિદેશથી નહીવત લોકો જ આવ્યા છે પરંતુ તેની સામે શહેરના પશ્ચિમ વિસ્તારના લોકોએ બુકિંગ વધુ કરાવ્યા છે. ખાડિયા અને રાયપુરમાં કુલ 50થી 100 ધાબા છે જેમાંથી 50 ટકા બુક થઈ ગયા છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.