ભારતના પ્રધાનમંત્રી આજથી બે દિવસના બાંગ્લાદેશના પ્રવાસ પર છે. પીએમ મોદી બાંગ્લાદેશ પહોંચે તે પહેલા રાજધાની ઢાકામાં લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે મોટી સંખ્યામાં લોકો ઢાકામાં માર્ચ કરી રહ્યા હતા જેમાં અધિકારીઓ પર પથ્થરબાજી કરવામાં આવી અને ચાર સુરક્ષાકર્મી તેમાં ઇજાગ્રસ્ત પણ થઈ ગયા છે. નુરૂલ ઇસ્લામના નામક પોલીસ અધિકારીએ મીડિયાને જણાવ્યું કે 200 લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો
આ સિવાય ગોધરા કાંડનો પણ વિરોધ કરનારાઓ દ્વારા ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓના જે સંગઠનો દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો હતો તેના પ્રવક્તા બિન યામીન મોલ્લાએ AFPને આપેલ જાણકારી અનુસાર વિરોધ કરી રહેલા 40 લોકોને ઇજાઓ પહોંચી છે.
રાજકીય પંડિતો દ્વારા માનવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીબાંગ્લાદેશના મંદિરમાં દર્શન કરવા જશે તેની સીધી અસર ભારતમાં પશ્ચિમ બંગાળની ચૂંટણી પર પડી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.