કાલે નાગપાંચમ સાથે જ ધામિઁક પવઁ, જાણો ચારેય શુભ તહેવારોનાં શુભ મુહૂર્ત..

હિન્દુ સમુદાયમાં ભગવાન શિવની આરાધના માટે મહત્વનાં અવસર ગણાતાં શ્રાવણ માસ વેળાએ આવતી કાલે શુક્રવારે નાગપાંચમ સાથે જ ૦૪ ધામિઁક તહેવારોની હારમાળા છે.

શુક્રવારે નાગપાંચમની ઉજવણી સવારે ૯.૩૦ થી ૧૧.૦૫ વાગ્યાં સુધીનું શુમ મુહૂર્ત છે. ભગવાન શિવના આભૂષણ કહેવાતા નાગદેવની આ દિવસે પૂજા કરવાથી સંકટ અને કષ્ટ દૂર થાય છે.

બીજા દિવસે રવિવારે શીતળા સાતમે માતાજીની પૂજા માટે સવારે ૭.૪૪ થી ૯.૧૮ વાગ્યા સુધી અને બપોરે ૧૨.૦૨ થી ૧૨.૩૪ સુધીનું શુભ મુહૂર્ત છે. આ દિવસે ઠંડું ભોજન કરવાથી ધન,ધાન્ય ,સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે.

જયારે સોમવારે ભગવાન કૃષ્ણનાં જન્મોત્સવની ઉજવણી થશે. ચારેય તહેવારોની હારમાળા સાથે જ મંદિરોમાં ધામિઁક ક્રિયાનો દોર જોવા મળશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.