ધંધા-રોજગાર વેગ પકડી રહ્યા છે, સરકારનુ GST કલેક્શન વધીને 90917 કરોડ

દેશમાં બે મહિનાના લોકડાઉન બાદ થંભી ગયેલા અર્થતંત્રને વેગ આપવા માટે અપાયેલી છુટછાટોની અસર હવે દેખાઈ રહી છે.

અનલોક-2ની જાહેરાત સાથે જ દેશમાં હવે રોજગાર ધંધા વેગ પકડી રહ્યા હોય તેવુ સરકારના જીએસટી કલેક્શન પરથી લાગે છે.

સરકારે જુન 2020માં જીએસટી પેટે 90917 કરોડની આવક એકઠી કરી છે.માર્ચમાં જીએસટીની આવક 62009 કરોડ અને એપ્રિલમાં માત્ર 32294 કરોડ રહી હતી.જુનમાં 90917 કરોડના કલેક્શનમાં સેન્ટ્રલ જીએસટી તરીકે 18980 કરોડ રુપિયા, સ્ટેટ જીએસટી તરીકે 23970 કરોડ રુપિયા અને આઈજીએસટી પેટે 40302 કરોડ રુપિયા સરકાર પાસે આવ્યા છે.

દરમિયાન સરકારે વેપારીઓને જીએસટી રિટર્ન ફાઈલ કરવામાં રાહત આપી છે.જેના પગલે જુન મહિનામા એપ્રિલ માર્ચ મહિનાના રિટર્ન પણ ભરાયા છે.

માર્ચમાં સરકારની જીએસટી આવક 97597 કરોડ રુપિયા રહી હતી.જોકે એ પછી લોકડાઉન લાગુ થયા બાદ અર્થતંત્રના પૈડા થંભી જતા સરકારની જીએસટીમાં જંગી ઘટાડો થયો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.