દરેક વ્યક્તિની એવી ઇચ્છા હોય કે તે સુખ સંપત્તિથી સંપન્ન હોય. કોઈ વસ્તુની તેની પાસે ક્યારેય કમી ન હોય. આર્થિક સ્થિતિ સદ્ધર થાય અને ભૌતિક સુખથી ભરપૂર જીવન મળે તે માટે દરેક વ્યક્તિ મહેનત કરે છે. પરંતુ તેમ છતાં કેટલાક લોકોનું ખિસ્સુ ખાલી જ રહી જતું હોય છે. આવક સારી હોવા છતાં અચાનક એવા ખર્ચા આવી જાય છે કે જેના કારણે કરકસરથી બચાવેલા રૂપિયા પાણીની જેમ વહી જાય છે. આ સમસ્યા જો તમારી પણ હોય તો તેમાંથી બચવાનો આ શાસ્ત્રોક્ત ઉપાય છે.
આપણા રોજિંદા જીવનમાં થોડો ફેરફાર કરી, થોડો સમય ફાળવી અને જો આ ઉપાયો શ્રદ્ધાથી કરવામાં આવે તો આવકના સ્ત્રોત વધી શકે છે. આ ઉપાયો કરવાથી તમારા પર પણ માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ જળવાઈ રહેશે. કયા છે આવા ચમત્કારી ઉપાય જાણી લો.
દર શનિવારે પીપળાના ઝાડ પર કાળા તલ ઉમેરી પાણી ચઢાવવું. શુક્રવારે લક્ષ્મી મંદિરમાં ખીરનો પ્રસાદ ધરાવી અને કુંવારીકાઓ તેમજ સૌભાગ્યવતી સ્ત્રીઓને તે પ્રસાદ ખવડાવવો. નિયમિત રીતે બ્રહ્મ મુહૂર્તમાં પીપળાની પૂજા કરવી.
ઘરમાં ભગવાન વિષ્ણુની પૂજા અચૂક કરવી. માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે વિષ્ણુ પૂજા જરૂરી છે. માતા લક્ષ્મીનો પ્રિય વાર શુક્રવાર છે.
શુક્રવારે લક્ષ્મી પૂજા કરી અને માતા લક્ષ્મીના 18 પુત્રના નામનો જાપ કરવો
ॐ દેવસખાય નમ:
ॐ ચિક્લીતાય નમ:
ॐ આનન્દાય નમ:
ॐ કર્દમાય નમ:
ॐ શ્રીપ્રદાય નમ:
ॐ જાતવેદાય નમ:
ॐ અનુરાગાય નમ:
ॐ સમ્વાદાય નમ:
ॐ વિઠ્ઠલાય નમ:
ॐ વલ્લભાય નમ:
ॐ મદાય નમ:
ॐ હર્ષાય નમ:
ॐ બલાય નમ:
ॐ તેજસે નમ:
ॐ દમકાય નમ:
ॐ સલિલાય નમ:
ॐ ગુગ્ગુલાય નમ:
ॐ કુરૂણ્ટકાય નમ:
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.