દિવાળીના તહેવાર પર સોનાની ખરીદી કરનારાઓ માટે ખુશખબર છે. ધનતેરસ પહેલા સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. સોનું શનિવારે 38,985 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ જોવા મળ્યું હતું. જો કે દિલ્હીમાં 24 કેરેટ સોનું 38,955 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યું. તહેવારમાં સોનાની માગ ઓછી તેમજ કમજોર વિશ્વના વલણને લઇને સોનાની કિંમતમાં ઘટાડો થયો છે.
જો કે ચાંદીની કિંમતમાં વધારો જોવા મળ્યો છે. જેમાં ચાંદી 150 રૂપિયા વધીને 46,750 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી છે. શનિવારે ચાંદીની કિંમત 46,600 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી. ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનામાં સ્થિર વલણ જોવાની સાથે 1,488.86 ડોલર પ્રતિ ઓંસ પર વેપાર જોવા મળ્યો. જ્યારે ચાંદી 17.67 ડોલર પ્રતિ ઓંસ પર હતું.
સરકારની આ યોજનામાં લોકો સસ્તુ સોનુ ખરીદી શકે છે
આમ દિવાળીના તહેવાર અગાઉ ભાવ ઘટતાં સોનાની ખરીદવાની ઉજ્જવળ તક જોવા મળી રહી છે. જ્યારે સરકારની યોજના હેઠળ રોકાણકારો સૉવરેન ગોલ્ડ બોન્ડ (Sovereign Gold Bond) યોજના હેઠળ સસ્તુ સોનું ખરીદી શકે છે. આ યોજનાનો લાભ 21 ઓક્ટોબરથી 25 ઓક્ટબર સુધી લઇ શકાશે. આ વેચાણ પર થનારા લાભ પર ઇન્કમટેક્સ નિયમ હેઠળ છૂટછાટ મળશે.
ગોલ્ડ બોન્ડની સમય મર્યાદા 8 વર્ષની હોય છે અને તેના પર વાર્ષિક 2.5 ટકા વ્યાજ મળે છે. રોકાણકારોને મળતા વ્યાજને ટેક્સ સ્લેબમાં ટેક્સ યોગ્ય હોય છે, પરંતુ તેના પર TDS નથી હોતું. આ યોજના હેઠળ રોકાણકારો સોનામાં રૂપિયાનું રોકાણ કરી શકે છે, પરંતુ તેને લઇને ફિજિકલ ફૉર્મમાં સોનું રાખવાની જરૂરિયાત નથી હોતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.