આજે ધનતેરસના શુભ શોપિંગ માટે બુલિયન અને જ્વેલરી બજારમાં સોનાની કિંમત અને ડિમાન્ડની સુસ્ત અસર તો છે જ તેમ છતાં જ્વેલર્સે ગ્રાહકોને આકર્ષવા માટે કોઇ કસર છોડી નથી. સોનાની કિંમત ગત ધનતેરસની તુલનાએ ૨૦ ટકા વધુ છે અને તહેવારોની સાથે જ લગ્નની સિઝનની ડિમાન્ડમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
આજે ધનતેરસના દિવસે દિલ્હીમાં સોનાના ભાવમાં પ્રતિ ૧૦ ગ્રામ રૂ. ૭૫ની તેજી જોવા મળી છે. સોનાની કિંમત પ્રતિ ૧૦ ગ્રામ રૂ.૩૮,૯૪૫ ચાલી રહી છે. મોટી બ્રાન્ડ િગફ્ટ, ડિસ્કાઉન્ટ અને કેશબેક ઓફર સાથે મેકિંગ ચાર્જ પર એક ટકા સુધીની ભારે છૂટછાટ આપી રહી છે. આ ઉપરાંત ડિજિટલ પેમેન્ટ અને રેગ્યુલર શોપિંગ પર કેશબેક ઓફર તેમજ ગોલ્ડ પોઇન્ટ્સ એન્કેશ કરાવવાની ઓફર કરવામાં આવી રહી છે.
પી.સી. જ્વેલર્સના એમડી બલરામ ગર્ગે જણાવ્યું છે કે કિંમતમાં વધારાને જોઇને દરેક આઇટમનું વજન ૨૦થી ૫૦ ટકા ઘટાડ્યું છે. ૫૦ ગ્રામ સોનાના સિક્કા સામે ૩૦ ગ્રામ, ૨૦ના સ્થાને ૧૫ અને ૧૦ના સ્થાને આઠ ગ્રામના સિક્કા માર્કેટમાં ઉતાર્યા છે. તેમણે જણાવ્યું હતું કે હજુ સુધી ડિમાન્ડમાં સુસ્તી જોવા મળે છે, પરંતુ એકાદ દિવસમાં વધારો થવાની આશા છે.
જ્વેલર્સ એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે લોકો હવે લગ્નની ખરીદીમાં પણ હળવા વજનની જ્વેલરીને પ્રાથમિકતા આપી રહ્યા છે. ધનતેરસ અને દિવાળીના ખાસ પ્રસંગે અમે કોસ્ટ પ્રાઇસ પર દાગીનાની ઓફર કરી રહ્યા છીએ, જોકે ચાંદનીચોકમાં ધ બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનના પ્રમુખના જણાવ્યા પ્રમાણે ધનતેરસે ડિમાન્ડ એકાએક વધી છે, પરંતુ લોક લાઇટવેટ, સ્ટોનજડિટ, ડિઝાઇનર જ્વેલરી અને હળવા સિક્કા તથા મૂર્તિની ડિમાન્ડ કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.