ધનતેરસ અને શુક્રવાર મેષ રાશિને આપશે અપાર ફાયદો, જાણો કર્ક રાશિના ફાયદા પણ

શુક્રવાર અને ધનતેરસનો દિવસ અનેક રાશિ માટે ફાયદો લઈને આવ્યો છે. લક્ષ્મીદેવીનો દિવસ અને શુક્રવાર સાથે ધનતેરસનો સંયોગ આ દિવસને ખાસ બનાવે છે. તૂટેલી વસ્તુઓનો ઉપયોગ ના કરવો જોઈએ. ઓમ શુક્રાય નમઃ મંત્રનો જાપ કરવાથી અનેક ગણો લાભ થાય છે. આ દિવસે ચોખા અને દૂધનું દાન કરવાથી લાભ થાય છે. આ દિવસે મહાલક્ષ્મીની ગુલાબના પુષ્પથી પૂજા કરવાથી લાભ થશે. તો જાણી લો આ ખાસ દિવસે તમારી રાશિ તમને શું આપશે.

મેષ (અ.લ.ઇ)

પ્રોપર્ટીને લગતા કામકાજમાં રાહત થશે. શત્રુઓ ઉપર વિજય મેળવશો. પારિવારિક તનાવ અને માનસિક અશાંતિ રહેશે. આજનાં દિવસે ખોટા લોકોથી દૂર રહો.

કર્ક (ડ.હ)

સમજદારીથી કામ કરશો તો લાભ થશે. પારિવારિક સુખમાં વધારો થશે. મોટા ભાઇથી લાભ થશે. રોકાણ કરેલું આજે લાભ કરાવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.