આજે બનાસકાંઠાથી (BANASKANTHA) જાણે કુદરત (NATURE) રૂઠી હોય તેવું લાગી રહ્યું છે. બનાસકાંઠામાં એક સાથે બે કુદરતી આફતો (DISASTERS) જોવા મળી એક તરફ કમોસમી વરસાદ (UNSEASONAL RAINS)થી બનાસકાંઠામાં ભૂકંપનો આંચકો (EARTHQUAKE SHOCK) અનુભવાયો.
સવારથી જ બનાસકાંઠાના વિવિધ તાલુકામાં કમોસમી વરસાદનું તાંડવ જોવા મળી રહ્યું છે. પાલનપુરમાં આજે સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો ૩:૧ની તીવ્રતાના ભુકંપના આંચકાથી ધરા ધ્રુજી ઊઠી હતી.સવારે ૩.૪૬ મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
પાલનપુરથી ૬૧ કિમી તેનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે , જિલ્લામાં બે દિવસમાં બે વખત ભૂકંપનાં આંચકા અનુભવાયા છે. હવામાન વિભાગના અનુસાર અરેબિયન સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાતા ગુજરાતમાં બે દિવસ વરસાદની શક્યતા છે. મધ્યમ વરસાદ પડી શકે છે.
દરિયા વિસ્તાર સહિત સૌરાષ્ટ્ર , ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. એટલે કે મધ્ય ગુજરાત અને કચ્છ સિવાય ગુજરાતમાં વરસાદ દસ્તક આપી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.