ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠેરવવા સામે પાયલોટને ચાર દિવસનું જીવતદાન

– ગેહલોત સરકાર ઉથલાવવાની ઓડિયો ક્લિપથી ગરમાવો

– ગેહલોત સરકાર ઉથલાવવાનું કાવતરૂં ઘડવા બદલ પોલીસે બે એફઆઈઆર નોંધી : મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત પર આક્ષેપ

 

કોંગ્રેસના નેતા સચીન પાયલટ અને 18 અન્ય બળવાખોર ધારાસભ્યોને શુક્રવારે હાઈકોર્ટે વિધાનસભા અધ્યક્ષને બરતરફીની નોટીસ પર કોઈપણ કાર્યવાહી કરતાં અટકાવીને ચાર દિવસનું જીવતદાન આપ્યું છે. પાયલટ અને 18 બળવાખોર નેતાઓને ધારાસભ્યપદેથી બરતરફ કરવા અંગે વિધાનસભા અધ્યક્ષની નોટીસને પડકારતાં કેસમાં રાજસૃથાન હાઈકોર્ટે સુનાવણી સોમવાર સુધી લંબાવી દીધી છે.

બીજીબાજુ રાજસૃથાનમાં એક ઓડિયો ક્લિપના આધારે રાજસૃથાન કોંગ્રેસે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત પર ગેહલોત સરકાર ઉથલાવી દેવાનું કાવતરૂં ઘડવાનો આક્ષેપ કર્યો હતો, જેને શેખાવતે નકારી કાઢ્યો હતો. શેખાવતે આ બાબતમાં કોઈપણ તપાસનો સામનો કરવાની પણ તૈયારી દર્શાવી હતી.

વિધાનસભા અધ્યક્ષની નોટીસ સામે ધારાસભ્યોની અરજીમાં હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે શુક્રવારે સાંજે સુનાવણી મુલતવી રાખી હતી. હવે આ કેસની સુનાવણી સોમવારે સવારે 10.00 વાગ્યે થશે. સ્પીકર વતી વકીલે કોર્ટને ખાતરી આપી હતી કે મંગળવારે સાંજે 5.30 વાગ્યા સુધી પાયલટ અને બળવાખોર નેતાઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં.

અગાઉ વિધાનસભા અધ્યક્ષ સી.પી. જોશીએ કોર્ટને લેખિતમાં જણાવ્યું હતું કે, શુક્રવારે સાંજે 5.00 વાગ્યા સુધી પાયલટ અને બળવાખોર નેતાઓ સામે પગલાં નહીં લેવાય. કોંગ્રેસના પાયલટ અને બળવાખોર નેતાઓ વતી વરિષ્ઠ વકીલ હરિશ સાલ્વે અને મુકુલ રોહતગીએ વીડિયો કોન્ફરન્સ મારફત દલીલો કરી હતી. અધ્યક્ષ તરફથી કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવી હાજર રહ્યા હતા.

સિંઘવીએ દલીલ કરી હતી કે, વિધાનસભા અધ્યક્ષની સત્તાઓ સ્વાયત્ત છે અને તેઓ ધારાસભ્યોને કારણદર્શક નોટીસ ઈશ્યુ કરી શકે છે. આ નોટીસ પર આદેશ પસાર ન થાય ત્યાં સુધી ન્યાયતંત્ર તેમાં દખલ કરી શકે નહીં. પક્ષનો વ્હિપ નકારવા બદલ રાજસૃથાન વિધાનસભામાંથી ધારાસભ્યપદ રદ કરવા અંગે ગૃહના અધ્યક્ષે પાયલટ અને 18 બળવાખોર નેતાઓને નોટીસ પાઠવી હતી, જેને તેમણે હાઈકોર્ટમાં પડકારી હતી.

દરમિયાન કિથત ‘ટેપકાંડ’ પર રાજકીય ધમાસણ વધ્યું છે. ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગ અને અશોક ગેહલોત સરકાર ઉથલાવવાના પ્રયાસ અંગે સોશિયલ મીડિયામાં એક ઓડિયો ટેપ વાયરલ થઈ છે. આ ઓડિયો ટેપ મુદ્દે રાજસૃથાન સ્પેશિયલ ઓપરેશન્સ ગૂ્રપ (એસઓજી)એ શુક્રવારે બે એફઆઈઆર નોંધી છે.

ગેહલોત સરકાર ઉથલાવવાના પ્રયાસ અંગે બે કિથત ઓડિયો ટેપ બહાર આવ્યા પછી કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલે આ ઓડિયોને ટાંકીને કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા ગજેન્દ્રસિંહ શેખાવત, કોંગ્રેસના બળવાખોર ધારાસભ્ય ભંવરલાલ શર્માની ધરપકડની માગણી કરી હતી. કોંગ્રેસ નેતાએ મીડિયા સામે શેખાવતનું નામ ઉછાળ્યું હોવા છતાં કોંગ્રેસના ચીફ વ્હિપ મહેશ જોશીએ પોલીસમાં સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવી ત્યારે શેખાવતના નામનો કોઈ ઉલ્લેખ નહોતો.

ફરિયાદમાં ‘ગજેન્દ્રસિંહ’ નામનો ઉલ્લેખ છે, પરંતુ તે કેન્દ્રીય મંત્રી છે કે કેમ તે સ્પષ્ટ કરાયું નથી. મહેશ જોશીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ગેહલોત સરકારને ઉથલાવી દેવાનું કાવતરૂં રચતા બે ઓડિયોમાં અમે ભંવરલાલ શર્માનો અવાજ ઓળખી શકીએ છીએ. તેઓ સંજય જૈન અને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત સાથે વાત કરતા સંભળાય છે.

જેમણે પણ ઓડિયો સાંભળ્યો તેમનું સ્પષ્ટ માનવું છે કે આ અવાજ ગજેન્દ્રસિંહ શેખાવતનો છે. બીજીબાજુ કેન્દ્રીય મંત્રીએ કિથત ઓડિયો ટેપમાં તેમનો અવાજ હોવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. તેમણે દાવો કર્યો કે ઓડિયોમાં તેમનો અવાજ નથી અને તેઓ કોઈપણ તપાસનો સામનો કરવા માટે તૈયાર છે. પાછળથી તેમણે ટ્વીટ કરી હતી, ‘ધર્મ છે ત્યાં વિજય છે.’

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.