ધારાસભ્યે રૂપાણીને લખેલ પત્ર થઈ ગયો વાયરલ, ભાજપ જોડે ધારાસભ્ય પણ થયા ખુલ્લા

શહેર ભાજપમાં વકરેલા જુથવાદે ભાજપ તાથા ભુજની  દશા બગાડી  છે.નગરપાલિકા કક્ષાએાથી લઈને ભાડા સહિતના સૃથાનિક બોડીમાં નિમાતા પદાિધકારીઓની વચ્ચે ચાલતા ગજગ્રાહના કારણે શહેરનો વિકાસ રૃંધાવા ઉપરાંત અનેક વિકાસ કામો અભેરાઈએ ચડી ગયા છે. આંતરીક હુંસાતુુંસી તાથા ટાંટીયા ખેંચમાં પક્ષ તાથા ભુજને ભોગવવાનું આવ્યું છે તે વાત સૌ કોઈ માને છે  પરંતુ આજદિન સુાધી ભાજપના નેતા,કાર્યકરો તાથા અન્ય પદાિધકારીઓ તે અંગે મગનું નામ મરી પાડવા તૈયાર ન હતા. પરંતુ ગઈકાલે ભુજ વિસ્તારના મહિલા  ધારાસભ્યે જુાથવાદના કારણે પક્ષ તાથા ભુજની દશા બેઠી હોવાનું કબુલતો પત્ર મુખ્યમંત્રીને લખીને ભાજપની પોલ ખોલી દિાધી છે.નવાઈ વચ્ચે આજે આ પત્ર સોશ્યિલ મીડીયામાં વાયરલ થતાં આ મુદો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. 

ગઈકાલે બળદિયા ખાતે આવેલા સીએમ વિજય રૃપાણીને ઉદેશીને નીમા આચાર્યે એક પત્ર લખ્યો હતો. જે પત્રનો મુખ્યહેતુ ભુજ શહેર તાથા તાલુકા ભાજપમાં મુખ્ય મુરતિયાઓની નિમણુંક કરવા અંગેની ભલામણનો હતો. જો કે, આ પત્ર બહાર આવતા ભાજપની આંતરીક રસાકસીતો બહાર આવી જ છે સાથે સાથે ધારાસભ્ય દ્વારા જેઓની ભલામણ કરાઈ છે તેઓના નામ પણ જાહેર થઈ જતાં ધારાસભ્યની ૨૪ કલાક પડખે તાથા આગળ પાછળ ફરનારા અનેક કાર્યકરો કે જેઓને પદ અપાવવાની લોલીપોપ અપાઈ હતી તેઓની બાદબાકી બહાર આવતા આંતરીક નારાજગીમાં ઉમેરો થયો છે. આ પત્ર વાયરલ થતાં આગામી સમયમાં જુાથવાદ વધુ વકરશે તેવી સિૃથતીનું નિમાર્ણ થશે. નજીકના કાર્યકરોને પ્રોમીસ આપીને તોડવાથી ખુદ ધારાસભ્યને પણ મોટું નુકશાન સહન કરવું પડે તેવું ભાજપના કાર્યકરો જણાવી રહ્યા છે. ભલામણપત્રમાં અન્યના નામ જાણ્યા બાદ નજીકના કાર્યકરો પીઠ બતાવી  સામેના જુાથમાં બેસી જાય તેવી વકી છે. સુત્રોએ જણાવ્યું હતું કે, આ પત્ર ધારાસભ્યના નજીકના મનાતા એક મહિલા કાર્યકરે જ સોશિયલ ગુ્રપમાં મુકતા વધુ સવાલ ખડા થયા છે કે, ભુલાથી મુકાયો છે કે પછી આ કાર્યકરે જાણીબુઝીને ધારાસભ્યને તેના જ નજીકના મનાતા કાર્યકરો સામે ઉાધાડા પાડી દિાધા છે. 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.