અમરાવતી લોકસભા બેઠકના અપક્ષ ઉમેદવાર નવનીત કૌર રાણારાજકારણનો કક્કો શીખતા પહેલા પંજાબી અને સાઉથ ઈન્ડીયન ફિલ્મોમાં કામ કરી ચૂક્યાં છે અને તેમની પર્સનલ લાઈફ પણ ઘણી ચર્ચામાં રહી છે.
નવનીતે 2011 માં અમરાવતીના બડેનેરાના ધારાસભ્ય રવિ રાણા સાથે લગ્ન કર્યાં છે. નવનીત કૌરને યોગને સાથે ઘણો લગાવ હોવાથી તેઓ અવારનવાર બાબા રામદેવની આશ્રમની મુલાકાત રહેતા હતા અને આ દરમિયાન તેમની રવિ રાણા સાથે આંખ મળી હતી.
લગ્ન બાદ નવનીત કૌરે રાજકારણમાં પગ મૂક્યો અને વર્ષ 2014 માં તેમણે એનસીપીની ટિકિટ પરથી ચૂંટણીમાં ઝંપલાવ્યું જોકે તેમને હારનો સામનો કરવો પડ્યો. તેમ છતાં પણ તેઓ હિંમત ન હાર્યાં અને અપક્ષ તરીકે લોકસભાની ચૂંટણી લડ્યાં, આ વખતે તેમને એનસીપી અને કોંગ્રેસનો ટેકો પણ મળ્યો.
તેમણે માસ્ક લગાવીને સવાલ પૂછ્યા હતા. તેમણે કોરોનાના બચાવ માટે માસ્ક પહેરવાની પણ અપીલ કરી હતી.
ફેબ્રુઆરીમાં નવનીત કૌરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેમણે એવો આક્ષેપ કર્યો કે કોઈકે નોર્થ એવન્યુ સ્થિત તેમના ફ્લેટમાં એક ધમકીભર્યો પત્ર મોકલ્યો છે પત્રમાં ધમકી અપાઈ છે કે જો તેઓ સંસદમાં શિવસેનાની સામે બોલશે તો તેમને ગંભીર પરિણામ ભોગવવું પડશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.