એશિયાના સૌથી મોટા સ્લમ વિસ્તાર પૈકીના એક ગણાતા ધારાવીમાં કોરોનાના પગપેસારાએ સરકારને ચિંતામાં નાંખી દીધી છે.
ખાસ કરીને ધારાવીમાં જ્યાં માંડ અઢી ચોરસ કિમી વિસ્તારમાં 8 થી 9 લાખ લોકો રહે છે ત્યાં સોશ્યલ ડિસ્ટિન્સિંગ જાળવવુ અશક્ય છે. આ સંજોગોમાં જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાએ પોતાનો ગુસ્સો ઠાલવીને અણિયાળા સવાલો ઉઠાવ્યા છે.
ટાટાનુ કહે્વુ છે કે, કોરાના વાયરસના કારણે મુંબઈમાં રહેઠાંણની સમસ્યા ફરી છતી થઈ છે.મુંબઈમાં લાખો લોકો તાજી હવા અને ખુલ્લી જગ્યાથી વંચિત છે. બિલ્ડરોએ એવા સ્લમ બનાવી દીધા છે જ્યાં સફાઈની વ્યવસ્થા નથી. આ સ્લમ વિકાસના અવશેષો જેવા છે. આપણને શરમ આવવી જોઈએ. એક તરફ આપણે આપણી સારી ઈમેજ બતાવવા માંગીએ છે અને એક તરફ એવો હિસ્સો છે જેને છુપાવવા માંગીએ છે.
રતન ટાટાએ કહ્યુ હતુ કે, જ્યારે લોકો આ વાતની ટીકા કરે છે ત્યારે આપણે નારાજ થઈ જઈ છે પણ એક આર્કિટેક્ટ અને બિલ્ડરના રુપમાં સામાજિક જવાબદારી પણ છે. કોરોના સંકટ આપણને ચેતવણી આપી રહ્યુ છે. હવે તે આપણને ચારે તરફથી ઘેરી ચુક્યુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.