મેષ: આપના મનની મૂંઝવણ દૂર કરવા આધ્યાત્મિકતા તરફ વળવું, યાત્રા-પ્રવાસના થાય..
વૃષભ: આપની જિદને કારણે આપનું કામ બગડે નહીં તેનું ધ્યાન રાખવું અને નાણાભીડ વધે.
મિથુન: બધી ચિંતાઓનો હલ મળે અને મુશ્કેલીથી ઘેરાયેલા હશો તો આપની ચિંતા ઉકેલવાનો માર્ગ મળે.
કર્ક: આપના પ્રયત્નોનું ફળ મોડું મળતું જણાય અને ગૃહજીવનના પ્રશ્નો હલ થતા જણાય, પ્રવાસ ફળે.
સિંહ: આર્થિક આયોજન બગડે નહીં તેનું ધ્યાન રાખવું અને પોતાની ગણતરીની આવડત હોય તો લાભ ઉઠાવી શકશો.
કન્યા: સામાજિક અને વ્યવસાયિક પરિસ્થિતિમાંથી મુક્ત જણાઇ શકશો તેમજ પોતાના સ્નેહીથી મિલન થાય અને તકનો લાભ મળે.
તુલા: મહત્ત્વની કામગીરી કરવા માટેનો સમય ધીરે-ધીરે અનુકુળ થતો જણાય તેમજ નાણાકીય ચિંતાનો ઉપાય મળે.
વૃશ્વિક: મનના ઓરતાઓ સાકાર થતા લાગે અને સમસ્યાઓ તેમજ વિઘ્નો દૂર થતા જણાય, યાત્રા પ્રવાસ ફળે.
ધન: નસીબની બાજી ઉંઘી ન વળી જાય તે ધ્યાન રાખવું અને આરોગ્ય સાચવવું.
મકર: સામાજિક, કૌટુંબિક બાબતે મનદુખ ન થાય તે ધ્યાન રાખવું તેમજ ખર્ચ પર કાબુ રાખવો.
કુંભ: આર્થિક વ્યવહારોમાં સાવધ રહેવાની સલાહ અને કૌટુંબિક શાંતિ હણાય નહીં તે જોજો, યાત્રા ફળે.
મીન: લાગણીઓના તાર તુટવા ન દેશો, તબિયતની કાળજી લેવી અને સફળતા મળે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.