મેષ: મહેનતનું ફળ ઓછુ મળતુ જણાય,તેમજ ખર્ચ પર કાબુ રાખવો, જુના કાર્યો સિદ્ધ થતા દેખાય.
વૃષભ: નાણાકીય તકલીફો દૂર થાય, નવી તકો સાંપડે અને પારિવારિક સમસ્યાઓનો હલ આવે.
મિથુન: નવા-નવા માર્ગ આપની સામે આવીને ઉભા રહે અને મિત્ર અને સ્નેહીથી મિલન થાય.
કર્ક: મનની મૂંઝવણ દૂર થાય અને આવકના રસ્તા ખૂલે, આરોગ્ય સારું રહે.
સિંહ: કાર્યમાં સફળતા મેળવવા ખૂબ પ્રયત્ન કરવા પડે અને આશા રાખી આગળ વધવું.
કન્યા: ભાગ્યની મદદ મળતી જણાય, નવા ક્ષેત્રમાં હાથ અજમાવી શકાય, પ્રવાસ ફળે અને નવા આયોજનો બને.
તુલા: આપની યોજના માટે પ્રગતિકારક સમય છે અને સ્વજનની મદદ મળે.
વૃશ્વિક: આવકની તક મળે તેમજ નોકરીમાં સાનુકુળતા જણાય.
ધન: અગત્યના કામમાં પ્રગતિ થાય, મિત્રોથી લાભ મળે અને પ્રવાસ ફળે.
મકર: કોર્ટ-કચેરીના પ્રશ્નોમાં હળવાશ રહે અને જીવનસાથી સાથે મનમેળ સાધવો.
કુંભ: મકાન-વાહન ખરીદવાના યોગ બને અને ગૃહજીવન વગેરેમાં સંબંધો સાચવવાની જરૂર પડે.
મીન: કપરી સ્થિતિમાંથી બહાર આવવાનો માર્ગ મળે અને નોકરિયાત વર્ગને સાનુકુળ તકો ઉભી થાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.