ધર્મજ્યોતિષ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ??

મેષ: પ્રતિકૂળ સંજોગોમાંથી બહાર આવી શકશો અને ગૃહજીવનમાં વાદ-વિવાદ ટાળવો, નાણાભીડ દૂર થાય.

વૃષભ: નોકરી ધંધામાં વિલંબ થતો જણાય અને ધારેલી સફળતા પ્રાપ્ત થાય, નિરાશાવાદી વલણ રહે.

મિથુન: ચિંતા અને અશાંતિના વાદળો દૂર થતા જણાય તેમજ પરિસ્થિતિ સાનુકુળ બને.

કર્ક: આપણા દરેક કાર્યક્ષેત્રમાં આગળ વધવા માટે આપણું વલણ સમાધાનકારી બનાવવું જરૂરી છે.

સિંહ: સમય હવે સુધરતો જણાય, કપરી પરિસ્થિતિમાંથી ધીરે ધીરે બહાર આવતા જણાય અને કૌટુંબિક સંવાદીતા રહે.

કન્યા: મનની મૂંઝવણો દૂર થતી જણાય અને નાણાભીડ દૂર થાય, મનની શાંતિ મળે.

તુલા: ગૂંચવાયેલી પરિસ્થિતિમાંથી બહાર આવતા જણાય તેમજ મિત્ર-સ્નેહીથી મૂલાકાત થાય.

વૃશ્વિક: આરોગ્ય નબળું રહે, ભાગ્યના આધારે તમારા સંજોગો અનુકુળ બનતા જણાય.અને તબિયત પ્રત્યે સજાગ રહેવું.

ધન: આર્થિક, સામાજિક અને માનસિક બાબતોમાં તણાવપૂર્ણ વાતાવરણ સર્જાય તેમજ આવક કરતા જાવક વધે.

મકર: ખર્ચ અને ખરીદી પર કાબુ રાખવો અને મતભેદ ના થાય તે માટે વિચારવું, આરોગ્ય સાચવવું.

કુંભ: કાર્ય સફળતા માટે વધુ પ્રયત્ન કરવા પડે અને વાદ-વિવાદ ટાળવો, શેર-સટ્ટામાં લાભ મળે.

મીન: અગત્યના કામકાજો આગળ ધપાવી શકશો અને વિઘ્નોનો અંત આવે, સ્વજનથી મિલનના સંકેત.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.