મેષ: નવું વર્ષ જીવનમાં ખુશહાલી લાવે, ધંધાર્થીને લાભના યોગ જણાય અને ગૃહ વિવાદ ટાળવો, ખર્ચના ખાડા પુરવા અઘરા જણાય.
વૃષભ: નવા વર્ષમાં આપની મુંઝવણો દૂર થાય, ધંધામાં પ્રગતિકારક તકો મળે અને આર્થિક સધ્ધરતા મળતી જણાય.
મિથુન: નવું વર્ષ આપના માટે મકાન-મિકલત ખરીદવાના યોગ બને, કોર્ટ કેસમાં વિજય પ્રાપ્ત થાય.
કર્ક: નવા વર્ષમાં આવકના માર્ગો ખુલતા દેખાય, નોકરીની ચિંતા હળવી બને, કૌટુંબિક જીવનમાં સંબંધો સુધરે.
સિંહ: નવા વર્ષમાં સફળતના શિખરો પાર કરી શકશો, ધંધામાં વિકાસ થઇ શકે, ગૃહ કંકાસમાં સાચવવું.
કન્યા: નવા વર્ષમાં સંવાદોથી દૂર રહેશો, સગા-સંબંધી સાથે સૂમેળ રહે તેમજ આરોગ્યની ચિંતા દૂર થાય, ખર્ચ વધે.
તુલા: નવા વર્ષમાં સંઘર્ષ કર્યા બાદ આપને સફળતાનો સ્વાદ ચાખવા મળે અને સગા-સંબંધીના પ્રશ્નોના હલ આવે.
વૃશ્વિક: આવેલ નવું વર્ષ વાહન સંપત્તિની બાબતમાં સાનુકુળ રહે તેમજ મતભેદો નિવારી શકાય, બિન જરૂરી ખર્ચ પર લગામ કસવો.
ધન: નવા વર્ષમાં ધંધા-વેપારમાં પ્રગતિકારક, નવો ઉત્સાહ પ્રાપ્ત કરી શકશો, ગૃહજીવનમાં વાદ-વિવાદ ન થાય તે જોવું.
મકર: નવા વર્ષમાં કોર્ટ-કચેરીના કામમાં વિલંબ આવતો જણાય અને ધાર્યા લાભ ન મળે, સગા-સંબંધીની મદદ મળે.
કુંભ: નવું વર્ષ ધારેલા કામોને મંદગતિએ સફળતા અપાવે, તણાવના સંજોગોમાં હળવાશ રહે તેમજ મિત્ર-સ્વજનથી મુલાકાત થાય.
મીન: નવા વર્ષમાં વેપાર ધંધામાં યોગ્ય તકોનો ના મળે તો નિરાશ થવું નહીં અને આકસ્મિક મદદ અને રાહતના સમાચાર મળે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.