ધર્મ જ્યોતિષ:જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ??

મેષ: મહેનતનું ફળ ઓછુ મળતુ જણાય, ખર્ચ પર કાબુ રાખવો અને જુના કાર્યો સફળ થતા જણાય.

વૃષભ: નાણાકીય તકલીફો દૂર થાય, તકો સાંપડે અને પારિવારિક સમસ્યાઓનો હલ આવે.

મિથુન: નવા નવા માર્ગ આપની સામે આવીને ઉભા રહે, મિત્ર અને સ્નેહીથી મિલન થાય તેમજ વાહન-મકાનના યોગ બને.

કર્ક: મનની મુંઝવણ દૂર થાય, આવકના રસ્તા ખૂલે, આરોગ્ય સારું રહે.

સિંહ: કાર્યમાં સફળતા મેળવવા ખુબ પ્રયત્ન કરવા પડે, તેમ છતા લાભની તકો ઉભી થાય અને આશા રાખી આગળ વધવું.

કન્યા: ભાગ્યની મદદ મળતી જણાય, નવા ક્ષેત્રમાં હાથ અજમાવી શકાય, પ્રવાસ ફળે તેમજ નવા આયોજનો બને.

તુલા: આપની યોજના માટે પ્રગતિકારક લાભદાયી તક અને સ્વજનની મદદ મળે, પ્રવાસ ફળે.

વૃશ્વિક: આવકની તક મળે તેમજ શત્રુ રોગ ભય દૂર થાય, નોકરીમાં સાનુકુળતા જણાય.

ધન: અગત્યના કામમાં પ્રગતિ થાય, મિત્રોથી લાભ મળે અને પ્રવાસ ફળે, ભાગ્યની મદદ મળે.

મકર: કોર્ટ-કચેરીના પ્રશ્નોમાં હળવાશ મળે અને જીવનસાથી સાથે મનમેળ સાધવો, આરોગ્ય જળવાય.

કુંભ: મકાન-વાહન ખરીદવાના યોગ બને અને ગૃહજીવન-સ્વજન સગા વગેરેમાં સંબંધો સાચવવાની જરૂર છે.

મીન: કપરી સ્થિતિમાંથી બહાર આવવાનો માર્ગ મળે અને નોકરીયાત વર્ગને સાનુકુળ તકો ઉભી થાય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.