ધર્મજ્યોતિષ:જાણો કેવો રહેશે આજનો શનિવાર????

મેષ: આરોગ્ય સાચવવું, ધાર્યા કામમાં વિલંબ થાય અને નાણાકીય ચિંતા હળવી બને.

વૃષભ: આપના પ્રયત્નોથી કાર્યક્ષેત્રમાં સફળતા સાંપડે અને સ્નેહી-મિત્રથી સંવાદિતાના પ્રસંગો બને.

મિથુન: અંતરાયો ઉભા થાય, ગૃહજીવનમાં મનદુખ થાય અને તણાવના પ્રસંગો થાય.

કર્ક: ચિંતા દૂર થાય, કાર્ય-ધંધો તથા અન્ય તકો ઉભી થાય અને લાભની આશા ફળે.

સિંહ: આપના ધાર્યા કામમાં પ્રગતિ જણાય અને નવા સંબંધોની સાનુકુળ તકો મળે, ઉઘરાણીના યોગ બને.

કન્યા: આપના પ્રયત્નો ફળે અને સાનુકુળ સમય યોગ્ય બને, સ્નેહીથી મદદ મળે.

તુલા: મહત્ત્વની બાબતો અંગે કોઇ વિઘ્ન જણાય અને મુશ્કેલી વધતી જણાય.

વૃશ્વિક: અંગત સમસ્યાનો અંત આવે, ગૃહવિવાદ ટાળવો અને પ્રવાસમાં સાનુકુળતા બને.

ધન: આવક ઘટતી લાગે અને ઉઘરાણી અટકી શકે, કૌટુંબિક મનદુખ થાય, મતભેદથી દૂર રહેવું.

મકર: આપના પ્રયત્નો ફળે,પ્રવાસમાં સાનુકુળતા જણાય, અને કામ સફળ બને.

કુંભ: અગત્યના પ્રશ્નો વધે, સ્નેહીથી મિલન થાય અને આરોગ્યની કાળજી લેવી.

મીન: તબિયત સાચવવી અને મનની ચિંતા રહે, સ્નેહીથી મનદુખ થાય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.