ધર્મજ્યોતિષ:જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ??

મેષ: સમય ધીમે ધીમે સુધરતો જણાય અને નાણાકીય વ્યવહારો પણ સુયોગ્ય બને, આવકના પ્રસંગ બને.

વૃષભ: નોકરી-ધંધાના પ્રશ્નો ઉકેલાતા જણાય અને જીવનમાં અશાંતી અને મતભેદ ન સર્જાય તેનું ધ્યાન રાખવું.

મિથુન: ખર્ચ અંગે સાવધાની રાખવી તેમજ સામાજિક કાર્ય અને જીવનસાથીનો સહકાર મેળવવો પડે.

કર્ક: નાણા અંગેની સમસ્યા નિવારવા ઉપાય મળે તેમજ ધંધા-નોકરી અંગેના સંજોગો સુધરતા જણાય.

સિંહ: સમસ્યાઓનો હલ આવતો જણાય તેમજ અગત્યના કામકાજો પાર પડે, નોકરી-ધંધામાં વિલંબ દૂર થાય.

કન્યા: ખોટા વિચારો અને કાલ્પનિક ભયનો સામનો કરવો પડે અને ઉધારી ન કરવી, વિશ્વાસે વહાણ ન ચલાવવું.

તુલા: સંજોગો અને પરિસ્થિતિ બદલાતી જણાય અને નાણાભીડનો ઉકેલ મળે, લાભની તકો ઉભી થાય.

વૃશ્વિક: ધાર્યાં પરિણામો ન મળતા નિરાશા પ્રગટે તેમજ આવકના માર્ગ ખુલે, ખર્ચ ટાળવો.

ધન: હકારાત્મક અભિગમ રાખી આગળ વધવું અને નોકરિયાતને સાનુકુળ રહે, ધંધામાં ધીમી પ્રગતિ રહે.

મકર: આશાઓ ઠગારી નીવડે, મિત્રોની મદદ મળતી રહે તેમજ સાહસ ન કરવામાં સમજણ.

કુંભ: ધંધામાં સાનુકુળતાની આશા બને અને સામાજિક કાર્ય અંગે ઘણું જતું કરવું પડે.

મીન: સામાજિક કાર્ય અંગે સાવધાની રાખવી અને સ્વાસ્થ્યની કાળજી લેવી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.