મેષ: શંકા-કુશંકાઓથી દૂર રહેવું, નવીન તકો આવતી જણાય અને યોગ્ય માર્ગદર્શન મેળવી આગળ વધવું.
વૃષભ: કુટુંબમાં મનમેળ બની રહે, સમય અને સ્થિતિ પ્રતિકુળ બની રહે તેમજ સ્વાસ્થ્ય અંગે કાળજી રાખવી.
મિથુન: લાભની આશા ઠગારી નીવડે, સંતાન અંગેની ચિંતા દૂર થતી જણાય, આરોગ્ય સારું રહે.
કર્ક: વેપાર-ધંધામાં પ્રગતિ જણાય, વિલંબમાં પડેલા કાર્ય પાર પડે તેમજ નવી તકો બારણે આવીને ઉભી રહે.
સિંહ: ગૃહજીવનમાં કલેશથી બચવું, લાગણીમાં વહી ન જવું અને નાણા ભીડ ઓછી દેખાય, તણાવ દૂર થાય.
કન્યા: ગૃહજીવનમાં આવતી તકલીફો દૂર થાય, મનમેળ બને,અને અવરોધો દૂર થાય, સ્નેહીથી મુલાકાત થાય.
તુલા: લાભ માટે વધુ પ્રયત્ન કરવા પડે, આવકનો માર્ગ ખુલે અને સ્વજનની મદદ મળે.
વૃશ્વિક: કાર્યની સફળતા મળે, તણાવ દૂર થાય, યશ,માન અને પ્રતિષ્ઠામાં વધારો થાય.
ધન: મનોચિંતા-તણાવ દૂર થાય તેમજ આનંદ પ્રસંગે બને, તબિયતની કાળજી લેવી.
મકર: મિત્ર-સ્વજનની મદદ મળે, નાણાકીય રાહત જણાય અને પ્રવાસ સફળ બને.
કુંભ: સંતાન અંગેની ચિંતામાં સુધારો થાય, આરોગ્ય સાચવવું તેમજ આર્થિક સંકડામણો દૂર થાય.
મીન: આર્થિક કામકાજ માટે સાનુકુળતા રહે,તેમજ કાર્યભાર હળવો થતો જણાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.