મેષ: આશાવાદી વલણ અપનાવળો તો દરેક કાર્યમાં સિદ્વિ પ્રાપ્ત થશે અને મિત્ર, મિલન, સ્નેહીથી મૂલાકાત થાય, પ્રવાસ ફળે.
વૃષભ: કાર્યની સફળતા મળશે પણ વિલંબ આવતો જણાય,અને કાર્યની પૂર્તિ માટે ખૂબ પ્રયત્ન કરવો પડે.
મિથુન: ધારેલી સફળતા પ્રાપ્ત થાય, સંતાન દ્રારા સારા સમાચાર મળે તથા તણાવ દૂર થાય.
કર્ક: દરેક કાર્ય ધીરે ધીરે પૂર્ણ થતું લાગે, કૌટુંબિક પ્રશ્નોનો ઉકેલ મળે તેમજ સ્વજનથી મૂલાકાતના યોગ બને.
સિંહ: કાર્યની સફળતા પ્રાપ્ત થાય, યશ તેમજ માન અને પ્રતિષ્ઠામાં વધારો થાય, સંતાનની ચિંતા દૂર થાય.
કન્યા: કાર્ય ભાર વધે, સંતાનની ચિંતા હળવી થતી જણાય અને જવાબદારીમાં વધારો થાય, સ્વાસ્થ્ય અનુકુળ રહે.
તુલા: નિરાશાઓને ખંખેરી કાર્ય શરૂ કરશો તો નવી રાહો મળશે તેમજ લાગણી પર કાબુ રાખવો.
વૃશ્વિક: મનોદશામાં સુધારો થતો જણાય અને આરોગ્ય સારું રહે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ મળે.
ધન: વધુ પડતા સાહસિક ન બનવું સ્નેહી સાથે સુમેળ સાધવાનો પ્રયત્ન કરવો અને સ્વાસ્થ્ય અંગે સાવધ રહેવું.
મકર: નવીન તકો ઉભી થાય, મકાન મિલકતના યોગો બને છે અને ખર્ચ પર કાબુ રાખવો, સ્વાસ્થ્ય સારું રહે.
કુંભ: પ્રયત્નોનું અને આયોજનોનું ફળ ચાખવા મળે તેમજ કૌટુંબિક મૂંઝવણો દૂર થાય, નાણા ભીડ દૂર થાય.
મીન: પરિસ્થિતિની પ્રતિકૂળતા જણાય, આવેલી તકને યોગ્ય રીતે ઉપયોગ કરવી અને સ્વાસ્થ્યની કાળજી લેવી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.